ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા સુભાષચંદ્ર બોઝ વિષય પર ઓનલાઈન ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની યાદીમાં જણાવાયું છે.
ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, ગુજરાતના વતની હોય તેવા 18 થી 35 વર્ષની ઉંમરના કલાકારો આ ઓનલાઈન ચિત્રસ્પર્ધામાં ભાગ લઈ શકશે. સ્પર્ધકે સુભાષચંદ્ર બોઝ વિષય પર પોતાની કૃત્તિ તૈયાર કરી નિયત ફોર્મમાં જરૂરી વિગતો ભરીને તા. ૧૧/૧૧,૨૦૨૧ સવારે ૧૨.૦૦ કલાકથી તા. ૧૫/૧૧/૨૦૨૧ સાંજે ૦૬.૦૦ કલાક સુધીમાં જે.પી.જી. ફોર્મેટમાં gslka.subhashchandrabose@gmail.com પર ઈ-મેઈલ કરવાની રહેશે. સ્પર્ધક મહત્તમ એક(૧) કૃત્તિ સ્પર્ધા માટે રજૂ કરી શકશે.
તમામ સ્પર્ધકોમાંથી ત્રણ વિજેતા કલાકારોની પસંદગી કરી પુરસ્કાર સ્વરૂપે રોકડ ઇનામ અપાશે. જેમાં પ્રથમ વિજેતાને રૂ. ૧૦,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૭,૦૦૦ /- તથા તૃતીય વિજેતાને રૂ. ૫,૦૦૦ /- એમ ત્રણ ઈનામો આપવામાં આવશે. આ સ્પર્ધાના નિયમો તથા સ્પર્ધાનું ફોર્મ gslka.subhashchandrabose@gmail.com ઈ-મેઈલ એડ્રેસ પર મેઈલ કરીને મેળવી શકાશે. વધુ માહિતી માટે અરજદારો ફોન નં. ૦૭૯-૨૬૪૨૫૫૬૨ પર સંપર્ક કરી શકશે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.