ગુજરાત ના લોકો ખાવાના શોખિન હોય છે તે સાથે સાથે ફરવા ના પણ શોખિન હોય છે . ગુજરાત ના લોકો ને ફરવા માટે કોઇ સિઝનની જરૂર નથી આખા વર્ષ દરમ્યિાન ગુજરાતીયો જલસાથી ફરતા હોય છે કુદરતિ સૌર્દય થી ભરપુર ઉંચા ઉંચા વૃક્ષો નદીયો પશુ પક્ષી વગેરે થી ભરપરુ એવું પોળો ફોરેસ્ટ ગુજરાત ના સાબરકાંઠા જીલ્લા ના વિજયનગર તાલુકા માં આવેલુ છે. હું આજે તમને એના વિષે વાત કરવા જય રહ્યો છું.
હાલ પોળો ફોરેસ્ટ એક પિકનિક સ્થળ તરિકે જાણિતુ થયુ છે ત્યાં આગર લોકો ફોટોગ્રાફી પ્રિવેડિંગ એડવેન્ચર પ્રવુતિ વગેરે માટે પોળો ફોરેસ્ટ આવતા હોય છે હરણાવ નદિ ની આજુબાજુ ઇડર ના રાજા દ્વારા આ શહેર નિ સ્થાપના કરવામા આવિ હતિ તે બાદમા મારવાડ ના રાજા ઓ દ્વારા જીતી લેવા માં આવ્યું હતુ પોલો શબ્દ નો અર્થ થાય છે એક દરવાજો ’ પોળો ને ગુજરાત અને રાજસ્થાન વચ્ચે નો પ્રવેશદ્વાર માનવામાં આવતી હતો . પોળોના જંગલો ૪00 ચોરસ કિલોમીટર ર્વગમાં ફેલાયેલા છે સપ્ટેમ્બર અને ડિસેમ્બર વચ્ચે ના સમયમાં વરસાદ પડવાથી નદીઓ તળાવો ભરાઇ જાય છે તે પછી નો સમય સૌથી ભવ્ય હોય છે સપ્ટેમ્બર અને ડિસેમ્બર નો સમય મુલાકાતીયો માટે ભવ્ય હોય છે.
સૌપથમ તો પોળો ફોરેસ્ટ જવાના રસ્તા પર બન્ને તરફ લીલાછમ ખેતરો ઉચા ઉચા વૃક્ષો આ બધુ જોઈ ને એવુ લાગે છે કે આ રસ્તો ક્યારેય પુરો નથાય આવો જાણીયે પોળોજંગલ મા આવેલા કેટલાક ફરવાલાયક સ્થળ વિશે પોળોના જંગલ માથી હરનાવ નદિ પસાર થાય છે જે રાજસ્થાન તરફ થી આવે છે હરણાવ નદિ પર વાણેજ ગામ પાસે ડેમ બનાવવા મા આવેલો છે તે પણ એક જોવાલાયક સ્થળ છે ડેમની આજુબાજુ નો વિસ્તાર પર્વતો અને જંગલો થી ગેરાયેલો છે ” ડેમ ઉપર જવાનિ સાથેજ ઠંડા પવનો આવવા ના ચાલુ થઈ જાય છે જંગલ માં બીજા ગણા પૈરાણિક મંદિર આવેલા છે જેમ કે અભરામપુરા મા આવેલ શરણેશ્વર મંદિર આ મંદિર ભગવાન શીવનું મંદિર છે હાલ આ મંદિર ખંડેર હાલતમાં છે પણ મંદિરમાં કરવામાં આવેલિ કોતરણિ ખુબ સુંદર છે.
લાખેરાના ડેરા ના ત્રણ મંદિરી ૧૫ મિ સદિ માં બનાવામાં આવેલા જૈન મંદિર છે . આ મંદિર ની અંદર જતા પહેલા હરણાવ નદિ પરના નાના ચેક ડેમ ઉપર થી પસાર થવું પડે આ મંદિર જંગલ નિ વચ્ચે આવેલા હોવાથી તેનો નઝરો ચોમાસા દરમ્યિાન ખુબ સુંદર લાગે છે હાલ આ મંદિર જર્જરીત હાલાત મા છે આ સિવાય જંગલ મા બિજા ગણા ફરવા લાયક સ્થળ છે જેવા કે સુર્ય મંદિર જેન દેરાસર અને જૈન નગરી અહિ એક વખત મુલાકાત લેવિ આવશ્યક છે . પોરો જંગલ મા અંદર જાવા માટે કોઇ એન્ટિ ફ્રી લેવામા આવતિ નથી અત્યારે હાલ પોળી જંગલ ની અંદર રાત્રી રોકાણ કરવા માટે ગણા રીસોર્ટ્સટ પણ આવેલા છે .