ગામડાની આ છોકરી બની કલેકટર જાણો તેની સફરતાના રહસ્ય વિષે

trending

આજે નાના ગામડા માંથી આવતા વિધાર્થી પણ મહેનત કરીને સારા અધિકારી બનતા હોય છે ગામડામાં ઘણી બધી સગવડોનો અભાવ હોય છે પણ પોતાનું સપનું પૂરું કરવા માટે આ વિધાર્થી ખુબ મહેનત કરતા હોય છે તેમની સફરતા પાછળ તેમના પરિવારનો સાથ પણ હોય છે આજે હું તમને એક એવી છોકરી વિષે બતાવીશ જે નાની ઉંમરે ખુબ મોટી સફરતા મેળવે છે

હરિયાણા રાજ્યના ગુરુગ્રામના બસઈ ગામ માં રહેતી મમતા યાદવ જે માત્ર ૨૪ વર્ષે કલેકટર બની તેના પિતા એક કપંની માં નોકરી કરે છે અને માતા હાઉસ વાઈફ છે મમતાએ માત્ર ૨૪ વર્ષની ઉંમરે બે વખત UPSC ની પરીક્ષા પાસ કરીને કલેકટર બની તેની આ સફરતા જોઈને તેના માતા પિતાને પોતાની દીકરી ઉપર ખુબ ગર્વ છે

મમતા યાદવ પોતાના ગામની પહેલી કલેકટર બની મમતા યાદવ આખા ભારતમાં ૫ નંબરે પાસ થઈને કલેકટર બની એની પહેલાની પરીક્ષામાં મમતા યાદવે આખા ભારતમાં ૫૫૬ નંબરે પાસ થઇ હતી પણ કલેકટર બનવાનું સપનું હતું તેથી તેને બીજા વખત પરીક્ષા આપીને પોતાનું સપનું સાકાર કર્યું

મમતા એ ધોરણ બાર પછી દિલ્હી યુનવર્સીટી માંથી સ્નાતકની પદવી હાસિલ કરી તે પછી તેને બારપણ જોયેલા સપનાને સાકાર કરવા માટે તેને UPSC ની તૈયારી માટે કોચિંગ ચાલુ કર્યું તે સાથે તેને ખુબ મહેનત કરી અને આજે તે કલેકટર બની પોતાનું બાળપણનું સપનું પૂરું કર્યું મમતા યાદવ પોતાના ગામના બધા લોકો માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બની

મમતા યાદવની માં સરોજ કહે છે વિશ્વાસ ન હતો કે પોતાની દીકરી એક દિવસ કલેકટર બનશે મમતા પોતાની સફળતાનો શ્રેય પોતાની માતા ને આપે છે તેના પિતા કહે છે આજે મારી દીકરીએ સમાજમાં મારુ નામ રોશન કર્યું છે પોતાના ગામની સૌપ્રથમ વ્યક્તિ છે જે કલેકટર બની આજે આખા ગામને મમતા ઉપર ખુબ ગર્વ છે તેને પોતાના ગામનું નામ આખા દેશમાં રોશન કર્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *