આપણે આપણા રોજિંદા જીવનમાં ફળનો ઉપયોગ કરતા હોઈએ છીએ તેના ખુબજ ફાયદા થતા હોય છે. કારણ કે ફળ ખાવાથી અનેક પ્રકારના ફાયદા થતા હોય છે. તમે થોડી માત્રામાં પણ ફળ ખાતા હોય તો પણ ઘણી બધી બિમારીઓથી છુટકારો મળી શકે છે.
આપણે ફળ આપણી સારી સેહત માટે ખાતા હોઈએ છીએ. ફળ માં સારી ન્યુટ્રિએશન હોય છે અને તે દેખાવમાં પણ સારા હોય છે. આપણે ખૂબ જ મન થી ખાતા હોઈએ છીએ. તો ચાલો જાણીએ લોકો કયું ફળ સૌથી ઓછું ખાય છે. લોકો સૌથી ઓછું ફળ ખાતા હોય તો એ છે કીવી.
કીવી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. કીવીમાં વિટામીન – સી, વિટામિન – ઈ, ફોલિક એસિડ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. કીવી વિટામીન સી થી ભરપૂર તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે કેટલાક પ્રકારના ઇન્ફેક્શન થી દૂર રાખે છે.
કીવી કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા માં મદદ કરે છે. કીવી ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધતુ હોય છે. કીવી ઘણી બીમારીઓ માટે ફાયદાકારક છે. કીવીમાં ઇન્ફીમૈટરી ગુણ હોય છે. કીવી શરીરના કેટલાક ગાવ ને અને સોજા આવેલા હોય તેમને દૂર કરવામાં મદદ કરે છે.
કીવીમાં ફાઇબર હોય છે તેને રોજ ખાવાથી કફ ની બીમારી પણ દૂર થઇ જાય છે. ફાઇબર ના કારણે પાચનક્રિયા પણ ખૂબ જ સારી રહેતી હોય છે. ગર્ભવતી મહિલાઓને પોષક તત્વની ખૂબ જ જરૂર હોય છે. કીવી પોષક તત્વ ને પૂરું પાડવામાં ખુબ જ મદદરૂપ થાય છે.
એક બાળકના વિકાસ માટે મહિલાને ૪૦૦થી ૮૦૦ માઇક્રોગ્રામ એસિડની જરૂર હોય છે. કીવી મા ફોલિક એસિડ જરૂરી માત્રામાં હોય છે તેથી બાળકના વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. વિટામીન સી ગર્ભવતી વખતે જે નીશાન આયા હોય તેને દૂર કરવામાં મદદ કરે છે.