તમે ગુજરાતમાં આવેલ ચોટીલા અને રાજસ્થાનમાં અજમેરમાં આવેલા ચામુંડામા ના મંદિર વિષે તો જાણતા જ હસો પણ આજે અમે તમને સરહદ ઉપર એટલે કે પાકિસ્તાનના થરપારકરના પહાડો પર બનેલા મંદિર વિષે જણાવીશું. તે પાકિસ્તાનનું એકમાત્ર ચામુંડા માતાનું મંદિર છે. તે મંદિર ભારત પાકિસ્તાનની સીમાથી માત્ર બે કિલોમીટર દૂર આવેલું છે.
દેશ અને દુનિયામાં હિન્દૂ ધર્મના મંદિરો આવેલા છે. દરેક જગ્યાએ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે જતા હોય છે. દરેક મંદિરમાં ભક્તોની આસ્થા જોડાયેલી હોય છે. વિશ્વભરમાં આવેલ મંદિરમાં હિંદુઓ તેમજ અન્ય ધર્મના લોકો પણ મોટી સંખ્યામાં જતા હોય છે. તે મંદિરોમાં ભક્તોની માનતા પુરી થતી હોય તેવું માનવામાં આવે છે. આજે અમે તમને જણાવશું પાકિસ્તાનમાં આવેલા ચામુંડા માતાના મંદિર વિષે.
પાકિસ્તાનના થરપાકર જિલ્લાના પર્વતની ટોચ પર એક વિશિષ્ટ પ્રકારનું મંદિર બાંધવામાં આવેલું છે. પાકિસ્તાનમાં અસ્તિત્વ ધરાવતું તે આ એકમાત્ર ચામુંડા માતાનું મંદિર છે. ભારત પાકિસ્તાનની બોર્ડરથી ૨ કિલોમીટરની આસપાસ આ મંદિર આવેલું છે. તે મંદિર નગરપાર્કરના પર્વત પર આ મંદિર આવેલું છે. ત્યાંના સ્થાનિક હિન્દૂ તે મંદિરમાં માતાજીની પૂજા આરતી કરે છે.
હિન્દૂ માન્યતા અનુસાર ચામુંડા માતા ઉપાધિ દૂર કરનારા દેવી માતા છે. ત્યાં જનારા ભક્તોનું કહેવું છે કે અમારા ઘરમાં કોઈ તકલીફ આવી અને ત્યાં જઈને પ્રાર્થના કરી જેથી તેમની વાત સંતોષાઈ અને તકલીફ પણ જતી રહી. તે પર્વત પર હજારો વર્ષોથી તે મંદિર બનેલું છે. તે મંદિરના પૂજારીનું કહેવું છે કે અહીં જે દર્શનાર્થી આવે છે તેની મન્નત પુરી થાય છે. તે પર્વત પર હિન્દુઓના ઘણા મંદિરો આવેલા છે અને ત્યાં તહેવારોની ઉજવણી પણ કરવામાં આવે છે.