એવું માનવામાં આવે છે કે દિવાળીના રાત્રે માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવામાં આવે તો માતા લક્ષ્મી ખૂબ ઝડપી પ્રસન્ન થતા હોય છે ધનની દેવી તરીકે ઓળખાતા માતા લક્ષ્મી અને સાથે વિઘ્નહર્તા તરીકે ઓળખાતા ગણપતિ દાદાની પૂજા વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ કરવામાં આવે તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે લોકો ઘણા બધા પ્રકારની પૂજા-અર્ચના કરતા હોય છે
જો તમને તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ જોતી હોય તો દિવાળીના પહેલા તમારા ઘરની સંપૂર્ણ રીતે સાફ કરવું જોઈએ અને નવા વર્ષના પ્રથમ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર પૂજા-અર્ચના કરવી જોઈએ જો તમે માતા લક્ષ્મીની નિયમિત રીતે પૂજા કરો તો માતા લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી થઈ જાય છે
જો તમને ધન-સંપત્તિ જોતી હોય તો કોઈપણ શુભ મુહુર્તમાં એક નારિયળ ને લાલ કપડામાં બાંધીને તેની પૂજા-અર્ચના કરીને તેને ઘરમાં કોઈ એક પવિત્ર જગ્યાએ મુકવું જોઈએ આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી તમારા ઘર માંથી ગરીબી દૂર કરશે તેમજ કુબેર દેવ પ્રસન્ન થશે
જો તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશ કરતી હોય તો તેને દૂર કરવા માટે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કર્યા પછી ઘરના દરેક રૂમમાં જઈને શંખ વગાડવો જોઈએ જ્યારે તમે શંખ વગાડ્યો ત્યારે ઘરની બારી તેમજ દરવાજા ખુલ્લા રાખવા જોઈએ શંખ વગાડવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે શંખ વગાડવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે તેમજ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે
જો તમે ઈચ્છતા હોય તો તમારા ઘરના બધા સભ્યો હંમેશા માટે ખુશ રહે તે માટે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કર્યા પછી ઘરના દરેક સભ્ય ઉપરથી કાળા તલને ઉતારીને પશ્ચિમ દિશામાં ફેંકી દેવા જોઈએ આ ઉપાય કરવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ ની આડ અસર ઓછી થઈ જશે અને હંમેશા માટે પરિવારમાં સુખ-શાંતિ આવશે