જે લોકને લોહી જાડુ હોય તેમને કોલેસ્ટ્રોલની સમશ્યા વધુ થતી હોય છે. હૃદય ની લગતી સમશ્યા થાય.શરીરના કોઈ પણ ભાગમાં લોહી જામી જવાની તકલીફ થતી હોય, પગની નસ બ્લોક થઇ જતી હોય, ઘણીવાર આંખે અંધારા આવી જતા હોય છે. આવી ઘણી નાની મોટી તકલીફો થતી હોય છે.
સ્ત્રી હોય કે પુરુષ હોય આવી ઘણી બધી નાનીમોટી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. તેનાથી છુટકારો મેળવવા માટે જાણો એવી કઈ વસ્તુ છે જેનાથી લોહી પાતળું થાય અને તમે સારી જિંદગી જીવી શકો. આ વસ્તુ દરરોજ ખાવાની જેનાથી તમે સારું અને સ્વાથ્ય જીવન જીવી શકાય.
રોજ સવારે તમારે ઉઠીને લસણ એક થી બે કરી તમારે ખાવાની છે. તેને તમે શેકીને પણ ખાઈ શકો છે અને રાત્રે પલળીને સવારે ખાઈ લો તો પણ તે ખુબ જ ફાયદાકારક છે. લસણ એ હૃદય અને કોલોસ્ટ્રોલ વધી ગયું હોય તેના માટે ખુબ જ ઉપયોગી છે.
સવારમાં આદુ ખાવાથી અથવા તેનો રસ પીવાથી લોહી પાતળું બને છે અને તેને મધ સાથે પણ લઇ શકાય. આદુના સેવનથી હૃદયને લગતી બીમારીઓથી રાહત મળે છે. શરદી ઉધરસ અને નાની મોટી સમશ્યાઓથી છુટકારો મળે છે અને ખાસકરીને આપણી ઈમમુનિટી વધારવા માટે આદુ ખુબ જ ઉપયોગી છે.
હરદરમાં ઘણી બધી એવી શક્તિ રહેલી છે જે આપણા શરીર માટે ખુબ જ ઉપયોગી છે. હરદરએ લોહીને પાતળું કરે છે જેથી હૃદયની લગતી બીમારીઓમાંથી છુટકારો મળે છે. તે સિવાય સિંધવ નમક પણ લોહીને પાતળું કરવા માટે ખુબ જ ઉપયોગી છે.