આપનો ધર્મ વાસ્તુશાસ્ત્રમાં માનનારો ધર્મ છે અને તે આપણને ઘણી બાબતો સમજવે છે. વસ્તુમાં ઘર, ધંધો, વ્યવસાય તે સિવાય પૂજા પાથ વિશેની ઘણી માહિતી આપવામાં આવી છે. વાસ્તુ શાસ્ત્રમાં પૂજા સાથે જોડાયેલ ઘણા નીતિ નિયમો છે તેનું યોગ્ય રીતે પાલન કરવું સારું માનવામાં આવે છે. તેને લગતી ઘણી વાતો સમજાવવામાં આવેલી છે જેનું લોકો પાલન પણ કરતા હોય છે.
વાસ્તુ પાલન કરવાથી ઘરના અંદરની નકારાત્મક ઉર્જા દૂર થતી હોય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. જો ઘરની અંદર સકારાત્મક ઉર્જા આવે છે તો ઘરમાં રહેલ દરેક સમશ્યાનું નિવારણ મળે છે. એટલા માટે જ બધા વાસ્તુનું પાલન કરતા હોય છે. આજે અમે તમને વાસ્તુ સાથે જોડાયેલા કેટલાક નિયમો વિષે જણાવી રહ્યા છીએ.
શાસ્ત્રોમાં શિવલિંગને ભગવાન વિષ્ણુના અને શિવના પ્રતીક તરીકે ઓરખવામાં આવે છે. તેથી તેમને ક્યારેય ભૂલથી જમીન પર ન રાખવા જોઈએ. મંદિરની સાફ સફાઈ દરમિયાન અજાણતા આવી ભૂલ કરી બેસતા હોય છે. તે દરમિયાન તેમને સ્વછ કપડામાં મૂકીને ચોખ્ખી જગ્યાએ રાખવા જોઈએ. જો તેમને જમીન પર રાખવામાં આવે તો ભગવાન નારાજ થતા હોય છે.
જમીન પર યંત્ર, દીવો, ધૂપ, શંખ, કપૂર, ચંદન, ફૂલ વગેરે જવી વસ્તુઓ ન રાખવી જોઈએ. તમે બધા જાણો છો કે આ બધી વસ્તુઓનો ઉપયોગ પૂજામાં કરવામાં આવે છે. તેને સ્વછ અને સુવ્યવસ્થિત જગ્યાએ રાખવું જોઈએ. તેને અયોગ્ય જગ્યા પર રાખવામાં આવે તો સારા ફરની જગ્યાએ અશુભ ફરની પ્રાપ્તિ થાય છે તેવું માનવામાં આવે છે.
વાસ્તુ અનુસાર સોનુ, હીરા, મોતી જેવા કિંમતી કીમ્મતવાન રત્નોને જમીન પર ન રાખવા જોઈએ. વાસ્તુ કહે છે કે આવા ધાતુને એકબીજા સાથે સીધો સબંધ હોય છે. તેને જમીન પર રાખવું અયોગ્ય માનવામાં આવે છે. જો તમારી પાસે પણ આવા કિંમતી રત્નો રહેલા છે તો તેને સીધા જમીન પર મુકવાની જગ્યાએ સ્વચ્છ જગ્યાએ રાખવું હિતાવત રહે છે.