ઘણા લોકો ભૂતનું નામ સાંભળીને ડરી જતા હોય છે. જો કોઈને એમ કહેવામાં આવે કે, આ સ્થળ પર ભૂત થાય છે અથવા તો અવાજ સંભળાય તો વ્યક્તિ તે સ્થળ પર જતા પહેલા ઘણી વાર વિચાર કરે છે. આજે એવા જ કેટલાક ફરવા લાયક સ્થળો વિષે વાત કરવી છે કે, જ્યાં ફરવા જનારા લોકો ખૂબ એન્જોય કરે છે, પણ માન્યતાઓ છે કે આ સ્થળ પર રાત્રીના સમયે કેટલા અવાજો સંભળાય છે. આ પ્રકારની વાતોથી પ્રવાસીઓ સાંજ પછી આ સ્થળો પર ફરવા જતા પણ ડરે છે.
દિવસે મોટી સંખ્યામાં આ દરિયા કિનારે લોકો ફરવા માટે આવે છે પરંતુ રાત્રે કોઈ રોકાતુ નથી. ઘણા લોકોનું કહેવું એવું છે કે, રાત્રીના સમયે આ બીચ પર અલગ-અલગ અવાજ સંભળાય છે. તો કેટલાક લોકોનું કહેવું છે કે, આ બીચ આત્માઓથી બંધાયેલો છે.
આ કિલ્લાને લઇને લોકોનું કહેવું એવું છે કે, માધોસિંહના પૌત્ર અજબસિંહે અજાણતા મહેલની ઉંચાઈ એટલી વધારી દીધી કે, મહેલાના પડછાયામાં અનેક વસ્તુઓ ઢંકાઈ ગઈ અને તેનાથી આખો ભાણગઢ વિસ્તાર તબાહ થઇ ગયો. ગામ લોકો જણાવી રહ્યા છે કે, આ વિસ્તારમાં કોઈ પણ મકાન બનાવવાનો પ્રયાસ કરે છે તો મકાનની છત તૂટી જાય છે અને આજે પણ આક્રિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા કિલ્લાની બહાર એક બોર્ડ લગાવ્યું છે કે, સૂર્યાસ્ત પછી રોકવાની મનાઈ છે.
ખેરાતાબાદની સાયન્સ કોલેજ હૈદરાબાદમાં આવેલી છે. કોલેજની હાલત ખંડેર જેવી થઇ ગઈ હોવાના કારણે અહી ભૂતોનો વાસ હોવાની માન્યતા છે અને આ માન્યતાના કારણે લોકોને રાત્રીના સમયે અંદર જવાની મનાઈ ફરમાવવામાં આવે છે. આ કોલેજ જર્જરિત થઇ ગઈ હોવાથી બહારથી જ ભૂતિયા જગ્યા જેવી દેખાય છે.