ભારત એક આધ્યાત્મિક છે ભારતમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ હોય તેમ માનવામાં આવે છે.આજે ભારતના દરેક મંદિરમાં અલગ અલગ દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે આ દરેક મંદિરોમાં લાખોની સંખ્યામાં ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવતા હોય છે. આ દરેક મંદિર બનવા પાછળ એક રહસ્યમય ઇતિહાસ રહેલો છે આજે હું તમને એકટીવા ચમત્કારિક મંદિર વિશે બતાવીશ જેના ચમત્કાર જોઈને તમને વિશ્વાસ નહીં થાય
આ મંદિર મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામ માં આવેલું છે સધીમાના આ મંદિરમાં હજારો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે. કળિયુગમાં પણ માતા સધી ના પરચા ના અપરંપાર છે.
જો તમે દુઃખમાં એકવાર માતા સધી ને સાચા મનથી યાદ કરો તો માતા સધી હાજરા હજૂર આવીને તમને દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો આપશે માતાજીના મંદિરમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો માતા સતીના દર્શન કરવા માટે આવતા હોય છે રવિવાર અને પૂનમના દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો માં વધારો જોવા મળે છે
સોજા ગામના વતની વીરભણ રાવલે મા સધી ને લઈ જવા માટે પાટણ આવ્યા હતા તેમની બે મહિના સુધી એક પગ ઉપર ઊભા રહીને સધી માતાની પૂજા કરી હતી. તેમના ખૂબ તપ પછી મા સધી પ્રસન્ન થયા ત્યારે વીરભણ રાવલે કહ્યું હે સધી હું તમને મારા ગામે લઈ જવા માગું છું સધી માતા બોલયા રાવલ તું આગળ ચાલ અને હું તારા પાછળ આવું છું. માતાજી એક શરત મૂકી કે તું રસ્તામાં બેસતો નહીં નહીતર હું ત્યાંથી આગળ વધીશ નહીં પરંતુ ચાલતા ચાલતા જ્યારે કડા ગામમાં વીરભણ રાવલે એક રાયણના સૂકા ઝાડ નીચે બેસી ગયો અને મા સધી એ કહ્યું હુ તારા ગામ નહીં આવું મારે અહીં રોકાવું પડશે તેથી માતાજી કડા ગામે બેસી ગયા.
વીરભણ રાવલ રોજ માતાજીની પૂજા કરવા માટે કડા ગામની આવતો હતો આ વાત કડા ગામ ના મુખી ના કાને પડતા મુખીએ કહ્યું કીધું તમે પૂજા કરતા હોય તો મારી એક વાત સાંભળો મારી લગ્ન ખૂબ વર્ષો ચાલ્યા ગયા તો પણ મને સંતાન પ્રાપ્તિ નું સુખ મળ્યું નથી તો તમે માતા સધી ને કહો મને એક દીકરો આપે મા સધી વીરભણ રાવલે કોઠે આવ્યા અને બોલ્યા હે મુખી આજથી નવમા મહિને તારા ઘરે પારણું ઝૂલતું હશે સધી માતાના કહેવા મુજબ નવમા મહિને મુખી ના ઘરે પારણું ઝૂલે છે અને માતા સતીના આ ચમત્કાર જોઈને બધા લોકો ચોંકી ગયા.