દરેક વ્યક્તિને જીવનમાં ધન-સંપત્તિ કમાવાની ખૂબ ઇચ્છા હોય છે તે માટે ઘણા લોકો ખૂબ મહેનત કરતા હોય છે પણ તેમને પોતાનું ભાગ્ય સાથ ના આપતા તે ખૂબ નિરાશ થઈ જતા હોય છે આવા લોકો જોડે ધન સંપત્તિ હોતી નથી આજે હું તમને કેટલાક એવા વાસ્તુશાસ્ત્રના ઉપાય બતાવી જે કરવાથી તમારું ભાગ્ય તમારો સાથ આપશે અને જીવનમાં તમે ખૂબ સફળ થશો
ધન સંપત્તિની પ્રાપ્તિ માટે ઈશાન ખૂણામાં ચાંદી તાંબુ કે સ્ટીલ ના વાસણ માં પાણી ભરીને રાખવું તે સાથે તિજોરીનું મુખ ઉત્તર દિશામાં કરવું તિજોરી માં રાખેલા ઘરેણાં લાલ કપડામાં લપેટીને મૂકવા જોઈએ તેમ કરવું શુભ માનવામાં આવે છે કે સાથે માતા લક્ષ્મી જીવનમાં આવતી મુશ્કેલી નો સામનો કરવાની તાકાત આપે છે
જ્યારે પણ તમે કોઈ પૂજા કરતા હોય ત્યારે પૂજા કરતા સમયે પોતાના કપડા લાલ કે પીળા રંગના પહેરવા જોઈએ એવું માનવામાં આવે છે કે લાલ કે પીળા રંગના કપડાં પહેરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમારા અટકેલા બધા કામ પૂર્ણ થતા હોય છે
જો તમારા ઘર કે પરિવારમાં વારંવાર ઝઘડા થતા હોય તો શનિવારના દિવસે ૧૧ ૨૧ કે 31 દીવા કરવા જોઈએ દીવા કરવાથી ઘરમાં આવેલી નકારાત્મક ઉર્જા નો નાશ થતો હોય છે અને પરિવાર કે ઘરમાં પ્રેમ સંબંધ વધે છે દીવાનો પ્રકાશ તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે
પીપળાના ઝાડને પાણી અર્પિત કરવાથી તમારી કુંડળીમાં નડતો શનિ કે કાળસર્પ દોષ ની અસર ઓછી થાય છે તેના સિવાય તમે પીપળાના ઝાડ નીચે તેલનો દીવો પણ કરી શકો છો દીવો કરીને પાછળ ફરિને જોવું નહીં