યુપીએસસીની પરીક્ષામાં સતત ચાર વખત નિષ્ફળતા મળતાં તેમ છતાં હિંમત હાર્યા વગર પાંચમાં પ્રયત્ને યુપીએસસીની પરીક્ષા પાસ કરી

Uncategorized

દરેક વિદ્યાર્થીને ઈચ્છા હોય કે તે સારુ ભણીને નોકરી મેળવે તે માટે વિદ્યાર્થી નાનપણથી ખૂબ મહેનત કરતા હોય છે જ્યાં સુધી તે સફળ ન થાય ત્યાં સુધી તે મહેનત કરતા જ રહે છે

તમે ઘણા એવા વિદ્યાર્થીઓ જોયા હશે જે એક બે પ્રયત્નો કર્યા પછી નિષ્ફળ થાય તો તે જીવનમાં હાર માનીને બેસી જતા હોય છે આજે હું તમને એક એવી દિકરી વિશે જણાવીશ જેને એક બે વખત નહીં પણ ચાર વખત નિષ્ફળ થઈ અને પાંચમાં પ્રયત્ને યુપીએસસીની પરીક્ષા પાસ કરીને આજે ભારત સરકારમાં આઈએએસ અધિકારી તરીકે ફરજ બજાવે છે

આ યુવતી બિહાર રાજ્યની છે તેનું નામ રુચા રતનામ છે રુચા એ હિન્દી ભાષામાં યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે રુચા એ ધોરણ 10 સુધી હિન્દી ભાષામાં અભ્યાસ કર્યો ત્યાર પછી ધોરણ-૧૧ અને ૧૨ ઇંગ્લીશ મીડીયમ સીવાન મહાવીર સરસ્વતી વિદ્યામંદિર માં અભ્યાસ કર્યો ત્યાર પછી તેમને બી.ટેક ની ડીગ્રી સાથે સ્નાતક થયા હતા

એન્જિનિયરની ડિગ્રી મેળવ્યા પછી તેમને યુપીએસસીની પરીક્ષા ની તૈયારી માં લાગી ગયા હતા upsc ની તૈયારી કરવા માટે તે નોઈડા આવીને પોતાના ભાઈ સાથે રહેતા હતા જ્યાં તેમને ચાર વખત આ પરીક્ષા આપી પણ તે ચાર વખત નિષ્ફળ સાબિત થયા હતા તેમને હાર માની ન હતી અને સતત મહેનત કરવાનું ચાલુ રાખ્યું હતું આજે પાંચમાં પ્રયત્ને તેમને ભવ્ય સફળતા મળી તેમને યુપીએસસીની પરીક્ષા પાસ કરવા માટે દિવસ-રાત ખૂબ મહેનત કરી હતી

તેમના પિતા શૈલેન્દ્ર કુમાર જયપ્રકાશ વિશ્વવિદ્યાલય મા પ્રોફેસરની નોકરી કરતા હતા તે હાલ નિવૃત પ્રોફેસર છે રુચા કહે છે કે તેમને બે વર્ષ upsc ની તૈયારી કોલકાતામાં રહીને કરી હતી ત્યાં તે કોલકત્તાના એક મીડિયા હાઉસ માં નોકરી કરતા હતા પણ તે નોકરી કરતા હોવાથી યુપીએસસીની પરીક્ષાની તૈયારી માટે સમય ખૂબ ઓછો મળતો હતો તેથી તેમને નોઈડામાં પોતાના ભાઈ ના ઘરે રહીને upsc ની તૈયારી કરવાનું વિચાર્યું તે પાંચમા પ્રયત્ને પરીક્ષા પાસ કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *