માતા લક્ષ્મીના આ મંદિરમાં પ્રસાદી ની જગ્યાએ સોનાના આભૂષણો મળે છે

Uncategorized

ભારતના લોકોને ભગવાન ઉપર અતૂટ શ્રદ્ધા રહેલી છે આજે ભારતમાં નાના-મોટા અસંખ્ય મંદિરો આવેલા છે આ દરેક મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે મંદિરમાં આવીને જો સાચા મનથી ભગવાનની પ્રાર્થના કરવામાં આવે તો ભગવાન તેમની મનોકામના અવશ્ય પૂર્ણ કરતા હોય છે મંદિરમાં ભગવાનના દર્શન કરવા જઈએ ત્યારે પ્રસાદી સ્વરૂપે કંઈક ને કંઈક વસ્તુ આપણને આપવામાં આવતી હોય છે પણ આ એક અનોખા મંદિર માં પ્રસાદી ની જગ્યાએ સોનાના આભૂષણ આપવામાં આવે છે આ માતા લક્ષ્મી નું મંદિર ખૂબ જ ચમત્કારિક મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે

આ મંદિર મધ્યપ્રદેશના રતલામ શહેર આવેલું છે આ મહાલક્ષ્મી નું મંદિર આખા વિશ્વભરમાં ખૂબ ખ્યાતનામ મંદિર છે આ મંદિરમાં જે કોઈ આવે તે બધાની દરેક ઈચ્છાઓ મહાલક્ષ્મી માતા પૂર્ણ કરતા હોય છે આ મંદિરમાં ખુબ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે મહાલક્ષ્મી મંદિરમાં દર્શન કરવાથી પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ આવતી હોય તેમ માનવામાં આવે છે

તમે ઘણા બધા મંદિરોમાં ગયા હશો જયાં તમને પ્રસાદી સ્વરૂપે લાડુ માખણ શીરો બુદી સાકરીયા વગેરે આપવામાં આવતું હશે પણ આ મંદિરમાં દરેક ભક્તને પ્રસાદી સ્વરૂપે સોનાના ઘરેણા આપવામાં આવે છે તમને આ જાણીને વિશ્વાસ નહીં થાય પણ આ એક હકીકત છે મંદિરમાં આવતા ભક્તો માતાજીની ઘરેણાં અને રોકડ અર્પણ કરતા હોય છે તે દરેકની તમામ વિગત ની નોંધણી કરવામાં આવે છે અને જ્યારે દિવાળીના તહેવારની શરૂઆત થાય ત્યારે ભક્તો દ્વારા આપવામાં આવતી રોકડ અને આભૂષણ ને પ્રસાદી તરીકે આપવામાં આવે છે

દિવાળીના તહેવારમાં આ મંદિરને એક વિશિષ્ટ પ્રકાર થી શણગારવામાં આવે છે દિવાળીના દિવસે મંદિરમાં પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થતા હોય તેમ માનવામાં આવે છે આમ પણ દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવતી હોય છે તે દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી આખું વર્ષ તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *