જ્યોતિષ મુજબ જો તમારી કુંડળીમાં મંગળ છે અને આ જ કારણે તમારું લગ્ન નથી થઇ રહ્યું કે પછી લગ્ન થયા પછી વૈવાહિક જીવનમાં સંકટ ઉભયઉ થઇ રહ્યું છે તો અમારા બતાવેલા ૫ ટોટકા અપનાવો અને નિશ્ચિત થઇ જાઓ.
જો તમારે લગ્ન નથી થયા તો કુમ્ભ વિવાહ કરો કે ઉજ્જેન માં મંગળનાથ પર ભાત પૂજન કરવો. તેંતાલીસ(૪૩) દિવસ સુધી ગાયને રોટલીમાં ગોળ લપેટીને ખવડાવો. મંગળ ના કારણે વૈવાહિક જીવનમાં સંકટ ઉભું થઇ ગયું છે તો બધા પ્રકારના વ્યસન ત્યજીને હનુમાનજીની શરણમાં રહીને પ્રતિદિન હનુમાન ચાલીસા વાંચો. મંગળવારનું વ્રત કરો અને હનુમાનજીને સિંદૂર તેમજ ચોલા ચઢાવો.
આપણી આંખમાં સફેદ સુરમો લગાવો. કોઈપણ કરિયાણાની દુકાનમાંથી આ તમને સુરમો આખો (ગાંગડો) મળે તો તેને વાટીને કાજળની જેમ લગાવો. વહેતા પાણીમાં રેવડી,પતાશા કે મધ વહેવડાવો મિત્રો આ વાત નું ખાસ ધ્યાન રાખો કે પાણી સ્વચ્છ અને વહેતુ હોય ગંદકી વારું પાણી ન હોવું જોઈએ. અને છેલ્લો ઉપાય આ ખાસ ધ્યાન માં રહેવા જેવું છે, મસૂર મીઠાઈ કે ગળ્યા ભોજનનું દાન કરો. લોકોને ગોળ વહેંચો અથવા મંદિરમાં ગોળ નું દાન કરો. આ ટોટકા અજમાવાથી નેગેટિવ ઉર્જા નષ્ટ થઇ જશે. અને તમારા જોડે બધું સારું થવા માંડશે. આ ટોટકા ખુબજ લાભદાયક છે.