જામફર જેટલું સ્વાદમાં શ્રેષ્ઠ છે તેટલું જ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. તેની અંદર ઘણા એવા પોશાક તત્વો મળી રહે છે જે સ્વાસ્થ્યને લગતી ઘણી બીમારીઓ દૂર કરે છે. તેની અંદર પ્રોટીન, કેલ્શિયમ, આયરન,વિટામિન એ,સી બિ૬, ફાઈબર, ઝીંક, કોપર વગેરે વિટામિન મળી રહેતા હોય છે. પરંતુ તેની અંદર ઘણા એવા પોશાક તત્વો હોય છે જેનું વધારે પડતું ખાવાથી નુખશાનકારક સાબિત થઇ શકે છે.
૧) કિડની સાથે જોડાયેલી સમસ્યા
જો શરીરમાં જામફરની માત્ર વધી જાય તો વ્યક્તિને કિડની સાથે જોડાયેલી સમસ્યા થઇ શકે છે. એવું તેટલા માટે કે તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જયારે ઓછા શરીરમાં પોટેશિયમનું સ્તર વધી જાય ત્યારે કિડની સાથે જોડાયેલી સમસ્યા થઇ શકે છે. માટે તેને યોગ્ય માત્રામાં ખાવું જોઈએ.
૨)પેટનો પ્રોબ્લેમ
જો આપણે વધુ માત્રામાં તેનું સેવન કરીએ તો પેટને લગતી બીમારીઓ થઇ શકે છે. જામફરમાં ફાયબર હોય છે અને ફાયબરની માત્રા વધવાથી પેટની સમસ્યા થઇ શકે છે. પેટ ફુલેલું ફુલેલું લાગે અને પેટમાં દુખાવો થતો હોય તેવું લાગે છે. જામફળનું સેવન યોગ્ય માત્રામાં કરવું જોઈએ.
૩) કિડનીમાં પથરીની સમસ્યા
જે લોકોને કિડનીમાં પથરીની છે અથવા એકવાર પથરી થઇ ગઈ છે તો તેવા લોકોએ જામફરનું સેવન વધુ માત્રામાં ન કરવું જોઈએ. તેમને તેના માટે પહેલા એક્સપર્ટની સલાહ લેવી જોઈએ. કારણકે તેમાં બીજ વધુ માત્રામાં હોય છે તેથી પથરીની બીમારી હોય તેને ધ્યાન રાખવું જોઈએ.
૪) માથું દુખવું
જો લોકો જરૂર કરતા વધુ જામફર ખાય છે તેમના શરીરમાં વિટામિન સી નું પ્રમાણ વધી જાય છે. તેની અંદર વિટામિન સી ની માત્રા વધુ હોય છે. તેવા માં વિટામિન સી ની વધુ હોવાના કારણે વ્યક્તિને માથાનો દુખાવો થઇ શકે છે.