આ મંદિર બેટદ્વારકા થી પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે. જ્યાં મકરધ્વજ અને હનુમાનજીનું મંદિર આવેલું છે. દુનિયામાં આ એક એવું મંદિર છે જ્યાં પિતા અને પુત્ર બંને આ મંદિરમાં બિરાજમાન છે.
આ મંદિરમાં હનુમાનજી અને તેમનો પુત્ર મકરધ્વજ ની મૂર્તિ આવેલી છે. તેમના હાથમાં કોઈ પણ શસ્ત્ર નથી બંને ના હાથમાં ગદા પકડેલી છે. હનુમાનજી જ્યારે સીતાને શોધવા માટે લંકા ગયા હતા ત્યારે મેઘનાથે તેમને પકડ્યા અને રાવણના દરબારમાં તેમણે લઈ જવામાં આવ્યા ત્યારે રાવણે હનુમાનજીની પૂંછડીમાં આગ લગાવી હતી અને હનુમાનજી એ આ બળતી પૂંછડીથી આખી લંકામાં આગ લગાવી હતી.
પૂંછડીને કારણે તેમને ખૂબ જ દર્દ થઇ રહ્યું હતું એટલે તેઓ સમુદ્ર ના પાણી થી તેમની પૂંછડીને આગથી ઓલવે છે. એ સમયે તેમના પરસેવાના ટીપાથી એક માછલી ગર્ભવતી થઈ અને તેનો એક પુત્ર થયો અને તેનું નામ હતું મકરધ્વજ.
એકવાર રાવણના સેવકોએ એક મોટી માછલી પકડી હતી એના પેટમાંથી એક બાળક મળી આવ્યુ. બાળક નાનું હતું પરંતુ ખૂબ જ શક્તિશાળી હતું. તેનું મોઢું માનવ જેવું નહીં પરંતુ વાનળ જેવું હતું. આ બાળકને રાવણે તેની પાસે જ રાખી લીધું. અને જ્યારે મોટો થયો ત્યારે પાતાળ લોકનો દ્વારપાલ બનાવી દીધો.
રાવણે તેની માયા નો પ્રયોગ કરીને રામ અને લક્ષ્મણને પાતાળ લોકમાં લઈ ગયો અને બંધી બનાવ્યા ત્યારે હનુમાનજી તેમને છોડાવવા પાતાળ લોકોમાં જાય છે. ત્યાં મકરધ્વજ બંનેનો સામનો થાય છે. પાતાળ લોકમા હનુમાનજી અને મકરધ્વજ વચ્ચે યુદ્ધ થાય છે જેમાં મકરધ્વજ નો પરાજય થાય છે.
હનુમાનજી તેના પિતા વિશે પૂછે છે. ત્યારે મકરધ્વજ તેના જન્મની આખી કથા કહે છે. હનુમાનજીએ તેના પિતા હોવાનું કહ્યું. આવી રીતે હનુમાનજી અને તેમના પુત્રનું મિલન થાય છે. અને પછી પાતાળ લોકનો રાજા મકરધ્વજને બનાવવામાં આવે છે. અને ધર્મના માર્ગે ચાલવાનો આદેશ આપે છે.
આ મંદિરની એક એવી માન્યતા છે કે જે પિતા-પુત્ર વચ્ચે નાની-નાની વાતે ઝઘડા થતાં હોય તો બંને અહી આવીને હનુમાનજી અને મકરધ્વજ ના દર્શન કરે તો બંને વચ્ચે બધુ સારું થઈ જાય છે.