સચિન તેંડુલકરને આપ સૌ જાણતા હશો કે ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા છે. સચિને તેમના ધર્મપત્ની અંજલિ તેંડુલકરે ૧૦ નવેમ્બરે જન્મદિવસ ઉજવ્યો. અંજલિએ ૧૦ નવેમ્બરે પોતાનો ૫૪ મોં જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.
ક્રિકેટના ભગવાન તરીકે કે જાણીતા સચિન ક્રિકેટથી દૂર થયા બાદ પોતાના ફેન્સનો ચાહક બની રહ્યો છે. સચિને આ ઉજવણીની તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી, જેમાં તેણે પોતાના સમગ્ર પરિવારની સાથે ગુજરાતી રેસ્ટોરાંમાં ગુજરાતી વાનગીઓની લિજ્જત માણી હતી.
મુંબઈની એક ગુજરાતી રેસ્ટોરાંમાં સચિનના પૂરા પરિવારે રાત્રી ભોજન કર્યું હતું. આ દરમિયાન સચિન ની પુત્રી સારા તેંડુલકર પણ જોવ મળી હતી. જે હાલમાં લંડનમાં રહે છે. સચિન તેંદુલકરે પોસ્ટ કરતાં લખ્યું છે કે અંજલિના જન્મદિવસે શ્રી ઠાકર( THE THAKAR ) ભોજનાલયમાં સરસ ગુજરાતી થાળી જમ્યા. સચિનની ધર્મપત્ની ગુજરાતના છે, એટલે સ્વાભાવિક છે તેમને ગુજરાતી જમવાનું ખુબજ ભાવતું હોય છે. આ જ કારણે સચિને અંજલિનો જન્મદિવસ પર ગુજરાતી રેસ્ટોરો માં ઉજ્જવવાનું નક્કી કર્યું હતું.
અંજલિનો બર્થ-ડે જે ગુજરાતી રેસ્ટોરાંમાં ઊજવાયો હતો એ ‘શ્રી ઠાકર ભોજનાલય’ ૧૯૪૫થી કાર્યરત છે. સચિને અહીં બાસુંદી, ટામેટાં-બટેટાનું શાક, ભીંડાનું શાક, ખાંડવી, તુવેરની દાળ અને ભાતનો સ્વાદનો આનંદ માણ્યો હતો. ટ્વિટર પર ૫૦ સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સચિન ૩૫મા ક્રમે છે, તેણે ઘણા દિગ્ગજ અભિનેતાઓને પાછળ છોડી દીધા છે. સચિન, રાજ્યસભાના સભ્ય પણ છે, એક દાયકા કરતાં વધુ સમયથી યુનિસેફ સાથે સંકળાયેલા છે અને ૨૦૧૩ માં દક્ષિણ એશિયાના દૂત તરીકે નિયુક્ત થયા હતા.
બેટ્સમેન સચિન તેંડુલકર આ વર્ષે ટ્વિટર પર ૫૦ સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ થયો છે, ગ્રાહક ગુપ્તચર કંપની બ્રાન્ડવોચના વાર્ષિક સંશોધન મુજબ.