તિજોરીમાં પૈસા,જ્વેલરી અને અન્ય કિંમતી વસ્તુઓ મુકવામાં આવે છે. તેથી આ સ્થાન ખુબ જ પવિત્ર અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર હોવું જોઈએ. જેનાથી ઘરમાં બરકત બની રહે. અને પૈસાની કમી ક્યારેય ન આવે. જો તિજોરીની આસપાસ કોઈ નકારાત્મક શક્તિઓ સક્રિય છે તો તે ઘરમાં ક્યારેય પૈસાની કમી પુરી થતી નથી.
શાસ્ત્રો મુજબ ધન આભુષણોને હંમેશા એક ચોક્કસ સ્થાન પર તિજોરી કે કબાટમાં મુકવા જોઈએ. એવું કહેવાય છે કે તિજોરી ધન સ્થાન પર કેટલીક શુભ વસ્તુઓ મુકશો તો માં લક્ષ્મીની સદૈવ તમારા પર કૃપા બની રહે છે. આ વાત નું ધય્ન રાખો કે તિજોરીમાં એવું કશું ન મુકવમાં આવે જેનાથી ધનના આગમન માં અવરોધ ઉભો થાય.
તિજોરીને સ્થાપી કર્યા પછી એ ધ્યાન રાખો કે તેમાં કોઈપણ પ્રકારના કેસના કાગળ, ધન અને આભૂષણ એક સાથે ન મુકો. આ બધાને એક સાથે મુકવાથી તિજોરીમાં ઘનની હાનિ થાય છે. તિજોરી ક્યારેય પણ જમીન પર ન મુકવી જોઈએ તેને લાકડાની વસ્તુ કે સ્ટેન્ડ પર જ મુકવી જોઈએ. તિજોરી ક્યારેય ખાલી ન મુકવી જોઈએ તેમાં માં લક્ષ્મીનો ફોટો અને ૪-૫ ચાંદીના સિક્કા જરૂર રહેવા જોઈએ. તિજોરીનો રંગ ક્યારેય લીલો કે લાલ ન હોવો જોઈએ. તિજોરીને રંગ ક્રીમ કે આછો પીળો હોય તો શુભ રહે છે. તિજોરીમાં ખાવાં – પીવાના સમાન ક્યારેય ન મુકો.
પૂજામાં ઉપયોગમાં કરવામાં આવેલ સોપારીમાં શ્રી ગણેશનો વાસ હોય છે. તેથી તિજોરીમાં મુકવાથી તિજોરીની આસપાસ ના ક્ષેત્રમાં સકારાત્મક અને પવિત્ર ઉર્જા સક્રિય રહશે જે નકરાત્મક ઉર્જાને દૂર કરશે. પૂજામાં ઉપયોગમાં લેવામાં આવનારી સોપારી બજારમાં ફક્ત ૧ રૂપિયામાં પ્રાપ્ત થઇ જાય છે. પણ વિધિવિધાન થી તેની પૂજા કરવામાં આવે તો ચમત્કાર થઇ જાય છે.