ભારતમાં ઘણા પ્રાચીન મંદિર આવેલા છે મંદિરમાં લાખો ભક્તો આવતા હોય છે મંદિરમાં આવેલા દરેક ભક્તની મનોકામના પૂર્ણ થતી હોય છે આજે હું તમને એક એવા ચમત્કારી મંદિર વિષે જણાવીશ જેના ચમત્કાર જાણીને તમને વિશ્વાસ નહીં થાય
આ મંદિર રાજસ્થાનના પાલી જિલ્લામાં શીતળા માતાનું ચમત્કારી મંદિર આવેલું છે આ શીતળા માતા મંદિર ખુબ પ્રાચીન છે શીતળા માતા મંદિરમાં એક અડધો ફૂટ ઊંડો એક ઘડો આવેલો છે જેમાં ગમે તેટલું પાણી રેડવામાં આવે તો પણ ઘડો ભરાતો નથી આ ઘડો ભક્તોની સામે લાવ્યામાં આવતો નથી.
આ ઘડાની ચમત્કારી શક્તિ વિષે જાણીને બધા લોકો ચોંકી ઉઠે છે એવું માનવામાં આવે છે કે આ ઘડામાં ગમેતેટલું પાણી ભરવામાં આવે તો પણ આ ઘડો ભરાતો નથી આ ઘડો ભરવા માટે ઘણી વખત લાખો લીટર પાણી ભરવામાં આવ્યું પણ ઘડો ભરાતો નથી આ ઘડા ના રહસ્યને હજુ સુધી વૈજ્ઞાન પણ ઉકેલી શક્યું નથી
આ ઘડાના દર્શન વર્ષમાં બે વખત થાય છે શીતળા સપ્તમી અને જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમાના દિવસે ગામની મહિલાઓ કળશમાં પાણી લઈને આવે છે અને આ ઘડામાં હજારો લીટર પાણી રેડે છે પણ ઘડો ભરાતો નથી છેલ્લે પૂજારી શીતળા માતાને પગે લાગીને દૂધનો અભિષેક કરે છે ત્યારે આ ઘડો સૂપૂર્ણ રીતે ભરાય છે આ મંદિરના રહસ્યને જાણવામાં માટે ઘણા લોકો પ્રયત્ન કરી ચુક્યા છે પણ તેમના કઈ સફળતા મળી નથી આ દિવસે મંદિરમાં મેળો પણ ભરાય છે મંદિરમાં થતા આ ચમત્કારને જોવા માટે લાખો ભક્તો આવે છે આ મંદિર પાછળ રહસ્યમય ઇતિહાસ રહેલો છે
ઘણા વર્ષો પહેલા બાબરા નામનો રાક્ષસ હતો જે ખુબ શક્તિશાળી હતો આ રાક્ષસે ધરતી ઉપર ખુબ આતંક મચાવ્યો હતો જયારે બ્રાહ્મણ ના ઘરે લગ્ન થતા ત્યારે આ બાબરા વર ને મારી નાખતો હતો શીતળા માતા એક બ્રાહ્મણના સપનામાં આવે છે અને કહે છે જયારે દીકરીને લગ્ન થશે તે દિવસે આ રાક્ષસને હું મારી નાખીશ જયારે શીતળા માતા રાક્ષસને મારતાં હતા ત્યારે રાક્ષસે શીતળા માતા જોડે એક વરદાન માગ્યું હતું રાક્ષસને ગરમીમાં ખુબ તરસ લાગતી હતી તેથી તેને વર્ષમાં બે વખત પાણી પીવડાવામાં આવે ત્યારથી આ પરંપરા ચાલુ છે