વઢવાણ માં આવેલું આ રાણકદેવીનું મંદિર લગભગ ૧૧૦૩ થી ૧૧૦૪ માં બનાવવામાં આવ્યું હતું. વઢવાણ ભોગાવા નદીના કાંઠે ઈ.સ ૧૧૦૩ થી ૧૧૦૪ મા રાણકદેવી સતી થયા હોવાનુ અનુમાન છે.
રાણકદેવી નું મંદિર કલાત્મક કારીગરી ઐતિહાસિક અદભુત અનેક વાતો તે પાયામાં ભંડારીને કાળની થપાટો સાથે જંગ ખેલી રહ્યું છે. જુનાગઢમાં સિદ્ધરાજ સોલંકી અને રાણા ખેંગાર વચ્ચે યુદ્ધ થાય છે. અને રાણા ખેંગાર યુદ્ધમાં શહીદ થાય છે.
પછી સિદ્ધરાજ સોલંકી રાણકદેવી ને જબરજસ્તી પાટણ લઈ જઈ ના શક્યો એટલે વઢવાણના ભોગાવાના પાદરે અગન જવાળા વચ્ચે રાણકદેવી એ બલિદાન આપ્યું.
રાણક દેવીએ સિધ્ધરાજ સોલંકી ને કહર્યું કે મને પામવાની ઈચ્છા છે ને તો આ સળગતી અગ્નિમાં આવીને મારી સાથે ભસ્મીભૂત થઈ જા તો તું કદાચ આવતા જન્મમાં મને મેળવી શકીશ. રાણકદેવી જ્યારે અગ્નિ પર ચડે છે ત્યારે ભોગાવા ને એક શ્રાપ આપે છે.
જ્યારે રાણકદેવી એ સતી થવાનુ વિચાર્યું ત્યારે વઢવાણના લોકો જોડે અગ્નિ માગી તો ગામના લોકોએ સિધ્ધરાજ સોલંકી ના બીકથી વઢવાણના એક પણ માણસ એ રાણકદેવીને અગ્નિ આપી ન હતી. એટલે રાણકદેવી ભોગવવાના ટટે આવે છે. અને ભોગાવાને શ્રાપ આપે છે. જે મારો દેશ ત્યજીને પતિ વિના હું વીફર છું તુ પણ મેઘ વિના દુર્બલ છે તે મારા પર્વતરૂપી પ્રિય થાન નો ત્યાગ કર્યો મેં પણ કર્યો છે આપણે બંને સરખા છીએ.
કહેવાય છે કે ત્યાર સુધી થી લઈને અત્યાર સુધી વઢવાણના ભોગાવામાં વરસાદ વગર પાણી રહેતું નથી રાણકદેવી શ્રાપ આપ્યા પછી આપો આપ અગ્નિ પ્રગટ થઈ અને રાણકદેવી સતી થયા.