અમુક વસ્તુ એવી હોય છે કે ખાસ દિવસે પ્રાપ્ત કરી લઈએ તો એ એક ચમત્કારિક વસ્તુની જેમ કામ કરતી હોય છે. જેવીકે તમારા જીવનમાં ધનની સમસ્યા હોય, શત્રુ તમને પરેશાન કરતા હોય, દેવાના કારણે તમને પરેશાની હોય.
આ બધી પરેશાનિઓ થી દૂર રહેવા માટે જો તમે શનિવારના દિવસે ખાસ વસ્તુઓ પ્રાપ્ત કરી લો તો આ બધી વસ્તુઓમાં તમને લાભ થશે. શનિવાર એ શનિદેવનો દિવસ હોય છે. અમુક લોકોના જીવનમાં પરેશાની એટલે આવતી હોય છે કે તેમનો શનિગ્રહ ખરાબ હોય છે.
જેમ કે અચાનક ધનની પરેશાની આવી જવી, અચાનકથી દુખ આવી જવું, આખો દિવસ ચિંતા રહેવી, સંતાન સુખની પ્રાપ્તિ ન થવી, આ બધુ શનિગ્રહના કારણે થતું હોય છે. શનિ ગ્રહ એવા લોકોને નડતો હોય છે કે જે અમુક વાતો નુ ધ્યાન રાખતા હોતા નથી.
સમીના ઝાડને શનિદેવનું રૂપ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ ઝાડમા શનિવારે શનિદેવ વાસ કરતા હોય છે. જો આ ઝાડને શનિવારના દિવસે એક લોટા પાણીથી આ ઝાડના મૂળને કાઢીને અને આ મુળને શિવલિંગ ને સ્પર્શ કરીને એક કાળા કપડામાં વીંટી ને તમારા ઘરની પૂર્વ દિશામા વાવી દો તો શનિદેવ અને શનિ ગ્રહનાે ખરાબ પ્રભાવ પડતો નથી.
આ ઉપાયને તમારે દર ત્રણ મહિને ફરીથી કરવો પડશે. આ પ્રયોગ કરવાથી તમારા જીવનમાં ધનથી લઈ ને બીજી બધી જ સમસ્યાઓ દૂર થઈ જતી હોય છે.