મૂળ દ્વારકા પોરબંદર નજીક આવેલું છે. ધાર્મિક દ્રષ્ટિએ આ ગામ ખૂબ જ મહત્વનું છે. કહેવાય છે કે પહેલાના જમાનામાં હિન્દુસ્તાન દરેક રાજ્યમાંથી આવતા સંગો ને રોકી ગામના ભક્તો તેમને ખાવા પીવાની, રોકાવાની અને વિસામો કરવાની તમામ સુવિધાઓ આપતા હતા. એટલે આ ગામનું નામ વિસાવાડા પડ્યું હતું.
અહીં નાના-નાના ઘણા બધા મંદિરો આવેલા છે. અને અહીં ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા હોવાનું માનવામાં આવે છે. અહીં જ્ઞાન વાવ આવેલી છે. કહેવાય છે કે આ વાવમાં સ્નાન કરવાથી આપણે જે કંઈ પાપ કર્યા હોય તે બધા ધોવાઈ જાય છે. આ વાવ મા ત્રણ મૂર્તિઓ આવેલી છે.
વિઝાદ ભગત કેશવાલા એકદમ અભણ અને ભક્તિમાં ખૂબ જ માનતા હતા કૃષ્ણ પરમાત્મા ના નામ શિવાય તેમના મનમાં બીજું કઈ નામ ન હતું. વિઝાદ ભગત દરરોજ સવારે વિસાવાડા ગામ થી તેમની ઘોડી પર તેમની એક માનતા હતી કે દ્વારકાના કૃષ્ણ પરમાત્મા ને ધજા ના દર્શન કરી પછી જ જમવાનુ લેવું.
વિઝાદ ભગત વૃદ્ધ થતા દરરોજ તેઓ ઘોડી પર સવાર થઈને દર્શન માટે જઈ શકે તેમ નહોતું. તેમને કોઈપણ મુશ્કેલીના દિવસોમાં પણ દર્શન નો નિયમ તોડ્યો ન હતો. એક દિવસ વિઝાદ ભગત તેમની ઘોડી પર સવાર થઈને દર્શન માટે નીકળે છે ત્યાં રસ્તામાં જ એક બ્રાહ્મણ રસ્તા મા આડા પડીને તેમની ઘોડીની લગામ પકડી રાખે છે.
તમે મારી વાત માનો અને અહીંથી જ પાછા વળી જાઓ. મારાથી ધજા ના દર્શન કર્યા વગર કેવી રીતે પાછું જવાય. બ્રાહ્મણ એ કહ્યું ભગત આ તમારી ખોટી જીદ છોડી દો તમને લૂંટી લેવા માટે કાબા સરદારની ટોળકી આગળ બેથી છે. તમે આગળ જશો તો લૂંટાઇ જશો.
તમે મારા લાભની વાત કરી પરંતુ લુંટાઇ જવાની બીકથી મારો નિયમ ન તોડાય જે થવું હોય તે થાય કાળીયો ઠાકોર મારી લાજ રાખશે. ભગત એકલા કેવી રીતે જવાશે તમે મને મૂકશો પરંતુ હું તમને ક્યારે પણ નહી મુકુ આટલું કહી ને ભગવાન શ્રીકૃષ્ણએ વિઝાદભગતને દર્શન આપ્યા. પછી ભગવાન આ મંદિરમાં બિરાજમાન થાય છે.