દોસ્તો તમે ઘાણા ગરીબ લોકોને રસ્તાની બાજુમાં ઉભા રહીને ફ્રુટ વેચતા જોયા હશે. પરંતુ કોઈ દિવસ તમે ૮૭ વર્ષના વૃદ્ધ દાદાને ૧૭ લાખની ગાડી લઈને કોઈ અમીર વ્યક્તિ ને ફ્રુટ વેચતા જોયા હશે નહી.
ગુજરાતમાં કે ભારતમાં આપડે કોઈ દિવસ એવા માણસને જોયા નથી કે જે આટલી મોંઘી ગાડી લઈને રસ્તાની બાજુમાં સીતાફળ વેચવા બેઠા હોય. આ વૃદ્ધ દાદા ૧૫ વર્ષથી આ ધંધો કરે છે. પહેલા તેઓ ગામમાં સીતાફળ લઈને વેચવા બેસતા હતા અને હવે રસ્તાની બાજુમાં સીતાફળ લઈને બેસે છે.
આ વૃદ્ધ દાદા સીતાફળ બજારમાંથી વેચવા લાવતા નથી પરંતુ તેઓ પોતાના ખેતરના જ સીતાફળ વેચવા લઈ ને બેસે છે. તેમને આર્થિક રીતે કોઈપણ પ્રકારની તકલીફ નથી પરંતુ તેઓ પહેલેથી જ આ કામ ખુશીથી કરે છે.
આ દાદા સીતાફળની સિઝનમાં સીતાફળ વેચે છે અને દાડમની સિઝનમાં દાડમ વેચે છે. તેઓ દાડમ અને સીતાફળ બંને પોતાના ખેતરમાં ઉગાડે છે અને વેચે છે. તેમનું દસ વીગાનુ ખેતર છે જેમાં દાડમ અને સીતાફળ વાવવામા આવે છે. તેઓ બાગાયતી ખેતી કરે છે.
દાદા સીતાફળ ગાડીમા ભરીને વેચવા લઈને આવે છે. જો તમે કોઈ દિવસ ભાવનગર થી તળાજા જતા હોય તો કોબડી નામનું ગામ છે ત્યાં આ દાદા સીતાફળ લઈ ને વેચવા બેસે છે અને જો દાડમ ની સિઝન હશે તો દાડમ વેચતા જોવા મળશે.