આ નિવૃત બેન્ક અધિકારી ઘરની છત ઉપર વેલા ઉપર બટેકા ઉગાડવાનું શરૂ કર્યું

trending

ઘણા લોકો નોકરી માંથી નિવૃત થઇ પોતાની જિંદગી માત્ર આરામ કરવામાં કાઢે છે તો બીજી બાજુ સમાજમાં એવા લોકો છે જે નિવૃત સમયમાં પોતાનો સમય પસાર કરવા માટે અલગ અલગ પ્રવુતિ કરતા જોવા મળે છે આ સમય પસાર કરવા માટે ઘણી બધી પ્રવુતિ હોય છે જેમાં પોતાના ઘરના બગીચાની સારસંભાર રાખવી પોતાના ઘરની છત ઉપર શાકભાજી ઉગાડવા કે પછી કઈ સંસ્થામાં સેવા અપાવી પણ ઘણા નિવૃત અધિકારી પોતાના બગીચામાં કે ઘરની છત ઉપર શાકભાજી ઉગાડે છે શાકભાજી ઉગાડવાથી એક તો શાકભાજી બહારથી લાવવી પડતી નથી અને બીજી સૌથી મોટો ફાયદો કે તે શાકભાજી ઓર્ગોનિક હોવાથી તે આપણા સ્વાસ્થ્યને કંઈપણ જાતનું નુકશાન કરતી નથી આજે હું તમને એક એવા બેન્ક અધિકારી વિષે બતાવીશ જે પોતાના ઘરની છત ઉપર અલગ અલગ શાકભાજી ઉગાડે છે

બલદેવ ભાઈ દેસાઈ નિવૃત SBI અધિકારી છે જે સુરતના અડાજણ ગામના વિસ્તારમાં રહે છે જે પાછલા સાડા ત્રણ વર્ષથી ઘરની છત ઉપર શાકભાજી ઉગાડે છે તેમને કોરોના સમય થી આજ દિવસ સુધી બહારથી શાકભાજી લેવાની જરૂર પડી નથી બલદેવ ભાઈનું કહેવું છે કે તેમને પહેલાથી જ આ બધી પ્રવુતિ ખુબ ગમતી હતી તેમને પોતાના ઘરની આજુ બાજુ ખુલ્લી જગ્યા હતી તેથી તેમને આ ખુલી જગ્યા નો ઉપયોગ કર્યો અને આજે તે ઓર્ગોનિક શાકભાજી ઉગાડે છે તેમને બહારથી શાકભાજી લાવાવની જરૂર પડતી નથી

બળદેવભાઈ દેસાઈ પહેલા ગુલાબ ફ્રૂટ વગેરે જેવા છોડ નો ઉછેર કરતા હતા તે તેમને ખુબ ગમતું હતું આજે તે દિવસમાં બે ત્રણ કલાક મજૂરી તેમને વાવેલા શાકભાજી પાછળ કરે છે આજે તે સીતાફળ રીંગણ કરેલા વગેરે ઉગાડે છે તેમને બટેકા પણ ઉગાડ્યા છે તે પણ વેલા ઉપર તે નિવૃત થઈને પણ આજે નિવૃત નથી બળદેવભાઈ દેસાઈને આ કાર્ય કરવું ખુબ ગમે છે તે સાથે તેમને તાજા શાકભાજી પણ મળી રહે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *