મિત્રો આપણે સવારે ઊઠીને સૌથી પહેલા આપણા ઈષ્ટ દેવની પ્રાર્થના કરવી જોઈએ. આપણે આપણા દિવસ ની શરૂઆત એટલે કે સવારે આપણી આંખ ખુલે એટલે સૌથી પહેલા આપણે આપણા હાથના દર્શન કરવા જોઈએ.
સવારમાં ઉઠીયે ત્યારે કોઈપણ વ્યક્તિ ના દર્શન કરીએ એ પહેલા આપણે આપણા હાથના દર્શન કરવા જોઈએ. આ એક શ્લોક તમારે જરૂરથી બોલવા નો છે. ઘરમાં સુખ-શાંતિ લાવવા તમારા મનને પ્રફુલિત કરવા તમારા જીવનમાં પોઝિટિવિટી લાવવા માટે તમારે સવારે ઉઠીને આ કામ જરૂર કરવું જોઈએ.
આપણે આપણો હાથ જોઈને આ શ્લોક સવારે બોલવાે જાઈએે.
કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્યે તુ ગોવિદા કરમૂલે સરસ્વતી પ્રભાતે કર દર્શનમ્!!
આ શ્લોક નો મતલબ હાથના આગળના ભાગમાં લક્ષ્મી માતા વસે છે. સવારમાં ઉઠીને લક્ષ્મી માતાના દર્શન કરો, સરસ્વતી માતાના દર્શન કરો, આપણા હાથના મધ્યમાં ગોવિંદા વસે છે તેમના દર્શન કરો, આખા જગતના તારણહાર કહેનારા એ આપણા હાથ ના મધ્ય ભાગમાં વસે છે.
આપણે આપણા દિવસની શરૂઆત લક્ષ્મી માતા સરસ્વતી માતા અને ગોવિંદા ને યાદ કરી ને કરવી જોઈએ જેથી આપણો દિવસ સુખ-સમૃદ્ધિ અને કોઈપણ કાર્ય સારી રીતે કરી શકીએ જેથી આપણો દિવસ ખૂબ જ સુખમય થી પસાર થાય.
સવારે ઉઠી ને આપણે આપણો પગ જમીન ઉપર મૂકીએ એ પહેલા આપડે ધરતી માતા ના દર્શન જરૂરથી કરવા જોઈએ. જે ધરતી ઉપર આપણે ચાલીએ છીએ તે ધરતી માતાના દર્શન તો આપણે જરૂરથી કરી શકીએ છીએ.