ટીમમાં આટલો અનુભવી સ્પિનર હોવા છતાં કોહલીએ તેને તક આપી નહીં. પણ રોહિત શર્મા અને રાહુલ દ્રવિડની જોડીએ તેને તક આપી.
જયપુરમાં ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટી20 માં ભારતની પ્લેઇંગ ઈલેવનમાં અશ્વિનનું નામ જોઇ સૌ કોઇને ખુશી થઇ હશે. ચાર વર્ષ પછી આ વર્ષે તેને વર્લ્ડ કપમાં રમવાની તક જરૂર મળી, પણ કેપ્ટન કોહલીએ તેના પર એટલો વિશ્વાસ દાખવ્યો નહોતો. પણ આ વખતે હિટમેને ભારત માટે ૬૦૦થી વધારે આતંરરાષ્ટ્રીય વિકેટ લેનારા અશ્વિનને અન્ય સ્પિનર્સ કરતા તેના પર વધુ ભરોસો રાખ્યો. રોહિતે જણાવ્યું કે અનુભવની અગત્યતા શું હોય છે.
ચાર વર્ષ ચાર મહિના પછી કમબેક કર્યા બાદ અશ્વિનનો રેકોર્ડ તમે જોશો તો સમજ આવશે કે તેને માત્ર ટેસ્ટ સુધી સીમિત કરવો કેટલી મોટી ભૂલ હતી. જે ખેલાડી IPL ટીમની કેપ્ટન્સી કરી રહ્યો હતો, તેને ટીમ ઈન્ડિયાની વનડે માટે પણ લાયક સમજવામાં ન આવે તે સમજને પરે છે. ૪ મેચમાં ૯ વિકેટ જણાવે છે કે આ ખેલાડીમાં હજુ પણ કેટલો જુસ્સો બચ્યો છે.
નવા કોચ રાહુલ દ્રવિડ અને નવા કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમનો સામનો એ ન્યૂઝીલેન્ડ સાથે હતો જેનાથી મળેલી હારે ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આશા પણ પાણી ફેરવી દીધું હતું. આ મેચ બંને ટીમો માટે નવી કમાનને અજમાવવાનો હતો. રોહિત ટોસના મામલામાં બોસ સાબિત થયો. ન્યૂઝીલેન્ડ 20 ઓવરમાં ૬ વિકેટના નુકસાને ૧૬૪ રન બનાવવામાં સફળ રહ્યો. પણ સૂર્યકુમાર યાદવની ૬૨ રનની જોરદાર ઈનિંગથી ભારતે બે બોલ બાકી રહેતા જીત હાંસલ કરી લીધી.