જ્યારે પણ ત્વચાની દેખભાળની વાત સામે આવે ત્યારે મોટાભાગના લોકો સાફ અને ખીલ મુક્ત ચહેરો રાખવાનું પસંદ કરતા હોય છે પણ બધા લોકોની ત્વચા અલગ-અલગ હોય છે તે સાથે તેની બનાવટ પણ અલગ અલગ હોય છે તમે જ્યારે તમારી ત્વચાની દેખભાળ સારી રીતે ન કરી શકતા હોય ત્યારે સ્કિન પ્રોબ્લેમ થતાં હોય છે ત્યારે ચહેરા ઉપર ખીલ કાળા ડાઘ વગેરે જેવા સ્કિન પ્રોબ્લેમ થતા હોય છે તેના લીધે આપનો સુંદર ચહેરો સુંદર દેખાતો નથી જો તમે તમારી ત્વચાને યોગ્ય રીતે દેખભાળ રાખો તો તમારી ત્વચા 60 વર્ષે પણ ચમકદાર દેખાશે
આપણા ચહેરા ઉપર ખીલ કે કાળા ડાઘ થવા તેની પાછળ નું મુખ્ય કારણ આપણી lifestyle છે આજના યુગના છોકરાઓ મોટેભાગે બહાર ની હોટલો તેમજ મસાલેદાર ખાવાનું વધારે પસંદ કરતા હોય છે તેના લીધી આપને સ્કિન પ્રોબ્લેમ થતા હોય છે આજે હું તમને કેટલાક ઉપાય બતાવી જેના લીધે તમારો ચહેરો ચમકદાર બની જશે
તમે જ્યારે પણ બ્યુટી પાલર માં જાઓ ત્યારે વધારે પડતા કેમિકલવાળી પ્રોડક્ટ નો ઉપયોગ કરવાનો ટાળવું જોઈએ
દિવસમાં આઠ દસ ગ્લાસ પાણી પીવું જોઈએ તમારા શરીરના સ્વાસ્થ્ય અને ખૂબસૂરત ચમકદાર ચહેરા માટે ખૂબ ફાયદાકારક છે પાણી શરીરમાંથી કચરો બહાર કાઢે છે
શરાબ પાન પડીકી અને ધુમ્રપાન કરવું જોઈએ નહીં સાથી ચા વધારે માત્રામાં પીવી જોઈએ નહીં
બહાર ની હોટલો તેમજ મસાલેદાર ખાવાનું બંધ કરીને સાત્વિક ભોજન લેવાનો આગ્રહ રાખવો જોઈએ
ટામેટાને કાપીને તેને ચહેરા ઉપર લગાવવાથી આપણો ચહેરો ચમકદાર બને છે ટમેટામાં રહેલા લાઈકોપીન આપણા ચહેરા માટે ખુબ ફાયદાકારક હોય છે