છગ્ગો પડ્યો તો શાહીન આફ્રિદીએને ગુસ્સો આવ્યો, બેટ્સમેનને માર્યો બોલ

Sports

ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને સારી રમત દેખાડી, પણ ટૂર્નામેન્ટ જીતી શકી નહીં. હવે પાકિસ્તાનની ટીમ બાંગ્લાદેશમાં 3 ટી20 મેચોની સીરિઝ રમી રહી છે. શનિવારે બંને ટીમો વચ્ચે જ્યારે મેચ રમાઇ રહી હતી તો એવું બન્યું કે એક નવા વિવાદે જન્મ લીધો છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ બોલિંગ કરતા સમયે બાંગ્લાદેશી બેટ્સમેનને બોલ ફેંકી દીધી.

શાહીને આવી હરકત આચાર્યા બાદ તરત માફી જરૂર માગી પણ તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. ઢાકામાં રમાઇ રહેલી બીજી ટી20 મેચમાં બાંગ્લાદેશની ટીમ પહેલા બેટિંગ કરી રહી હતી. ઈનિંગની ત્રીજી ઓવરમાં શાહીન આફ્રિદી જ્યારે બોલિંગ કરવા આવ્યો ત્યારે બીજી બોલ પર અફીફ હુસેને છગ્ગો ફટકાર્યો. ત્યાર પછી જ્યારે શાહીને બીજી બોલ ફેંકી તો અફીફે તે બોલ સીધો રમ્યો અને બોલ શાહીન પાસે પહોંચી.

પણ બીજી જ સેકન્ડ શાહીને તે બોલને સીધી અફીફ તરફ ફેંકી, બોલ તેના પગમાં લાગી અને અફીફ જમીન પર પડ્યો. ત્યાર પછી પાકિસ્તાની ટીમ અન્ય ખેલાડી પાસે આવી ગઇ અને શાહીને પણ અફીફની માફી માગી. પણ છગ્ગો ફટકાર્યા પછી શાહીનના ચહેરા ર જે રીતનું ફ્રસ્ટ્રેશન દેખાઇ રહ્યું હતું તેને સમજી શકાય એમ હતું કે તે ગુસ્સામાં થયું છે.

જોકે આ મેચમાં શાહીન આફ્રિદીએ સારી બોલિંગ કરી. તેણે ચાર ઓવરમાં 15 રન આપ્યા અને બે વિકેટ લીધી. તેના આખા સ્પેલમાં માત્ર એક જ છગ્ગો પડ્યો હતો. ત્યાર પછી તેણે પિત્તો ગુમાવી દીધો હતો. બાંગ્લાદેશની ટીમે પહેલા બેટિંગ કરતા 108 રન જ બનાવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *