હિન્દુ સમાજમાં કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે સૌથી પહેલા ગણપતિ દાદા ને યાદ કરવામાં આવતા હોય છે એટલે કે ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે ગણેશ સ્થાપન કરવામાં આવતું હોય છે. આજે અમે તમને જણાવીશું ગણપતિ દાદા ના મંદિર વિશે કે જ્યાં ડાબી સૂંઢવાળા ગણપતીદાદા ની પ્રતિમા આવેલી છે.
આ મંદિર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના ઊંઝાથી બિલકુલ નજીકમાં ઐઠોર ગામ માં ગણપતિ દાદાનું ભવ્યાતી ભવ્ય મંદિર આવેલું છે. ઐઠોર ગામ એટલે કે પ્રાચીન સમયમાં ઔરવતી નગરીમાં ગણપતિ દાદાનું ઐતિહાસિક અને પ્રાચીન ડાબી સૂંઢવાળા દાદા નુ મંદિર આવેલું છે જેની સ્થાપના દ્વાપરયુગમાં દેવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આવા મંદિર ભાગ્યે જ જોવા મળતા હોય છે. જાણો તે મંદિર ના મહત્વ વિશે.
તેવામાં જાન એ થોડા ને ઊંઝા વચ્ચે આવેલા મહાદેવના મંદિરે પહોંચ્યા ત્યારે ગણપતિના ટ્રક ઉપર ના કારણે જાનમાં આવેલા તમામ રથ ભાગી ગયા. તે ઘટનાને જાણ થતા તેમને પુષ્પાવતી નદીના કિનારે ગણપતિ દાદા ને મનાવવા માટે 33 કરોડ દેવી-દેવતાઓની પૂજા કરી હતી. હાલમાં પણ 33 કરોડ દેવી-દેવતાઓનો નું મંદિર આવેલું છે.
દેવરાજ ઈન્દ્રના લગ્ન હોવાના કારણે શિવજી નો આખો પરિવાર ત્યાં જાનમાં આવ્યો હતો તેથી તેઓ ચાલતા ચાલતા થાકી જવાથી શિવજીએ ગણેશજીને અહીં ઠેર એમ કહેવું પડ્યું તેના પરથી તે ગામનું નામ ઐઠોર પડ્યું.
ઐઠોર માં આવેલા ગણપતિ દાદા ના મંદિર માં ઊંચી મૂર્તિ છે તે માટીની એટલે કે રેણુંની બનાવેલી છે. આ મંદિરની વિશેષ વાત એ છે કે ત્યાં ડાબી સૂંઢવાળા ગણપતિદાદા બિરાજમાન છે અને આ મૂર્તિ પર તેલ અને સિંદૂર નો લેપ લગાવવામાં આવે છે. આ મંદિરમાં ગણપતિ દાદાના દર્શન માટે લોકો ખૂબ મોટી સંખ્યામાં આવી છે. આ મંદિરની કોતરની પણ ખૂબ જાણીતી છે. આ મંદીરમાં ચૈત્ર સુદ ત્રીજ,ચૌથ અને પાંચમના દિવસે શુકનનો મેળો ભરાય છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે.