ભારત એક ખેતી પ્રધાન દેશ છે ભારતના મોટા ભાગના પરિવાર આજે ખેતી ઉપર નિર્ભર છે આજે ખેડૂત ખેતરમાં રાત દિવસ મજૂરી કરીને પોતાના પાકની માવજત કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે ભારતમાં આજે શિક્ષત યુવા વર્ગ પણ ખેતી કરાવે છે જેમ જમાનો બદલાય છે તેમ ખેડૂત પણ પોતાની ખેતી બદલતો જાય છે આજે ઈન્ટરનેટના માધ્યમથી નવી નવી જાણકારી મેળવી ખેડૂત ખેતી ક્ષેત્રે આગળ વધતો જોવા મળે છે ખેડૂત પણ આધુનિક યુગમાં કદમ મિલાવીને આગળ વધતો જાય છે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઓછી મજૂરી વધારે ઉત્પાદન મેળવતો થયો છે આજે હું તમને એક એવા ખેડૂત વિષે બતાવીશ જેમની પાસે જમીન ન હોવા છતાં ખેતી કરાવીને સફળ થયા છે
જૂનાગઢ જિલ્લાના કાથરોટા તાલુકાના રહેવાસી મનોજભાઈ મંગાભાઇ ચૌહાણ જેમની પાસે જમીન ન હોવાથી અડધા ભાગે જમીન વાવીને આજે સફળ ખેડૂત સાબિત થયા છે તેમને અડધા ભાગે દેશી ટીંડોરા ખેતી કરે છે આ શિક્ષિત યુવાને જણાવ્યું હતું કે ટિંડોળાની ખેતી અન્ય ખેતી કરતા ખુબ સારો નફો આપે છે દેશી ટીંડોરા ખાવામાં ખુબ મીઠા અને અન્ય શાકભાજી કરતા વધારે ઉત્પાદન આપે છે આનું એક વખત વાવેતર કર્યા પછી તે સતત ત્રણ વર્ષ સુધી ઉત્પાદન આપે છે ટિંડોરાના પાકની માવજત સારી થાય તો તે ઉત્પાદન પણ સારું આપે છે
જે ખેડૂત જોડે ઓછી જમીન હોય તેવા ખેડૂત આ દેશી ટીંડોરા વાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે છે આજે મનોજ ભાઈ દેશી ટીંડોરા વાવીને સારી કમાણી કરે છે તેઓ ઘણા વર્ષ થી દેશી ટિંડોરાની ખેતી કરાવે છે હાલ તે આશરે દોઢ વીઘા જમીનમાં દેશી ટિંડોરાની ખેતી કરાવે છે એક વખત ટીંડોરા વાવ્યા પછી સતત ત્રણ વર્ષ સુધી કમાણી કરાવે છે