પીપળાના ઝાડનો આ એક ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે

Astrology

પીપળાના ઝાડનું હિન્દૂ ધર્મમાં ખુબ મહત્વ રહેલું છે પીપળાના ઝાડની વિધિ વિધાન દ્વારા પૂજા કરવામાં આવે તો ઘરમાં ધન સંપત્તિ વધે છે પીપળાને પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ વાસ કરતા હોય છે પ્રચીન શાસ્ત્રો પ્રમાણે એવું માનવામાં આવે છે કે પીપળાના મૂળમાં બહ્મા,મધ્યમાં ભગવાન વિષ્ણુ અને ઉપરના ભાગ માં મહાદેવ નિવાસ કરતા હોય છે તેથી પીપળાની પૂજા કરવાથી આ ત્રણ દેવની પૂજા કરી હોય તેમ માનવામાં આવે છે પીપળાની પૂજા કરવાથી શનિ દેવનો પ્રકોપ શાંત થાય છે અને શનિ દેવ પ્રસન્ન થાય છે

પીપળાના ઝાડનું આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ રહેલું છે પીપળાનું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખુબ મહત્વ રહેલું છે પીપળાનું વૃક્ષ આપણા માટે ખુબ ઉપયોગી છે તે એક માત્ર એવું વૃક્ષ છે જે ચોવીસ કલાક શુદ્ધ ઓક્સિજન આપે છે પીપળાની પૂજા કરવાથી પિતૃ દોષ દૂર થાય છે તેમજ દેવતાઓ પ્રસન્ન થાય છે આજે હું તમને વાસ્તુશસ્ત્રમાં બતાવ્યાંમાં આવેલા કેટલાક ઉપાય બતાવીશ જે કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે

રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને પીપળાના ઝાડને ચોખ્ખું પાણી અર્પણ કરવાથી પિતૃ દોષ નડતો નથી તેમજ ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર ઉપર પડે તો ઘરમાં હંમેશા માટે સુખ સમૃદ્ધિ આવે છે

શુક્રવાર કે શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે તેલનો દીવો કરવો જોઈએ તેમજ પીપળાની પ્રદક્ષિણા કરવી જોઈએ આ ઉપાય કરવાથી શનિ દેવનો ગુસ્સો શાંત થાય છે અને ઘરમાં ધન સંપત્તિમાં વધારો થાય છે
તમે ધંધો કરતા હોય અને તેમાં સતત નુકશાન કરતા હોય તો પીપળાના ઝાડની રોજ પૂજા કરી દેશી ગાયનું દૂધ અર્પણ કરવું જોઈએ આ ઉપાય કરવાથી તમે નોકરી કે ધંધામાં પ્રગતિ કરશો તમારા અટકેલા બધા કર્યો ખુબ ટૂંકા સમયમાં પૂર્ણ થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *