રાષ્ટપતિ રામનાથકોવિંદ એ આજે અનેક રાજ્ય ના ગવર્નર પદ ને લઇ ને જાહેરાત કરી હતી. જેમાં ગુજરાત રાજ્ય ના પૂર્વ મુખ્યમંત્રી મનગુભાઈ પટેલ ને મધ્યપ્રદેશ ના રાજ્ય ના ગવર્નર તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે.આ સિવાય મિજોરમ ના ગવર્નર પી.એસ .શ્રીધરન પિલ્લાઈ ને ગોવા ના ગવર્નર તરીકે નિમણુંક કરવામાં આવી છે. હરિયાણા ના ગવર્નર સત્યદેવ નારાયણ આર્યાને ત્રિપુરા ના ગવર્નર બનાવવા માં આવ્યા છે. ત્રિપુરા ના ગવર્નર રમેશ બેસ ને ને ઝારખંડ ના ગવર્નર બનાવવા માં આવ્યા છે. રાજેન્દ્રપ વિશ્વનાથ આલેકર ને હિમાચલ પ્રદેશ ના ગવર્નર બનાવવા માં આવ્યા છે.
ગવર્નર ની નિમણુંક થતા મંગુભાઇ પટેલે એ કહ્યું કે , હું રાષ્ટ્રપતિ તેમજ વડપ્રધાન ને આભારી છું. નરેન્દ્ર મોદીના અમે પહેલે થી સાથી છીએ. તેમણે અમને જે રસ્તો બતાવ્યો તેના પર અમે ચાલતા રહ્યા અને સમાજ સેવા કરતા રહ્યા અને આગળ પણ ચાલતા રહીશું.
કોણ છે મગુંભાઈ પટેલ :-
તેમનો જન્મ વર્ષ ૧૯૪૪ માં નવસારી ખાતે થયો હતો. તેઓ ધોરણ ૯ સુધી ભણેલા છે. તેમણે ૩ દીકરીઓ છે.૭૭ વર્ષ મગુંભાઈ પટેલે તેમની રાજકીય કારકિર્દી વર્ષ ૧૯૮૨ માં નવસારી નગરપાલિકા ના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ આદિજાતિ વિકાસ , વન અને પર્યાવરણ વિભાગ ના મંત્રી રહી ચુક્યા છે. તેઓ વિધાન સભા ના ડેપ્યુટી સ્પીકર પણ રહી ચુક્યા છે.
તેઓ ગુજરાત કોળી પટેલ સમાજ ના એક મોટા નેતા ગણાય છે. તેમણે વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૭ માં ટિકિટ આપવામાં આવી ન હતી પરંતુ તેમણે કોઈ જાત નો ઉહાપો નતો કર્યો. જોકે , હવે તેમને તેનું ફળ મળી રહ્યું હોય તેમ લાગે છે.