ફક્ત બે મિનિટમાં ઊંઘ લાવવી હોય તો અમેરીકન આર્મી ની આ જોરદાર રીત અજમાવી જુઓ.

TIPS

ઘણા લોકો એવા પણ હોય છે કે એ લોકોને પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી હોય છે. પરંતુ ઊંઘ આવતી નથી આવું થવાના ઘણા બધા કારણ હોઈ શકે છે. જેમ કે અમુક સ્ત્રી અને પુરુષ નો વજન અને ઉંચાઇ તેમની ઉંમર કરતાં વધારે હોય છે.

જેના કારણે આપણા શરીરના ઘણા બધા એવા અંગો છે કે જે સારી રીતે કામ કરી શકતા નથી. આપણુ મગજ અને હૃદય પણ સારી રીતે કામ કરી શકતું નથી. અને લોહી પણ પૂરતા પ્રમાણમાં આપણા મગજ સુધી પહોંચી શકતું નથી. એટલા માટે સારી રીતે ઊંઘ આવતી નથી.

બીજા બધા પણ અનેક કારણો હોઈ શકે છે. જેમકે માનસિક તણાવ હોય, કોઈક વાતને લઈને ચિંતા હોય. અને બીજી અનેક પ્રકારની ચિંતા હોય તોપણ ઊંઘ આપતી હોતી નથી. ઊંઘ સારી આવે એ માટે મિલેટ્રી જોડે એક પ્રકારની ટ્રીક હોય છે. એ લોકો આ ટ્રીક નો ઉપયોગ કરીને ગમે તેવી સ્થિતિ માં પણ તે સુઈ જતાં હોય છે.

જે લોકોને આ તકલીફ હોય એ લોકોને આ એક ઉપાય કરવાે જોઈએ જેથી તમારી તકલીફ ધીમે ધીમે દૂર થઈ જશે. પહેલા તમારે સૂઈ જવાનું અને કપડાં એવા હોવા જોઈએ કે એકદમ લૂઝ હોય કોઈપણ જાતની ચિંતા કર્યા વગર નોર્મન સૂઈ જવાનું. મગજને એકદમ શાંત રાખવું અને જીબને હલાવી નહીં એક જ સ્થિતિમાં રાખવી.

પછી એક થી ચાર ગણી એ ત્યાં સુધી બંને નાક વડે શ્વાસ લેવો અને સાત સેકન્ડ સુધી શ્વાસને રોકી રાખવો અને પછી ધીમે ધીમે શ્વાસને નાકથી છોડવો. આવું તમે પાંચથી છ વાર કરશો તો તમને ઊંઘ આવી જશે. જે લોકો માનસિક રીતે એકદમ શાંત થઈને આ ટ્રિકનો ઉપયોગ કરશે એ લોકોને તરત જ ઉંઘ આવી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *