ભારત એક ધાર્મિક અને આધ્યાત્મિક દેશ છે ભારતમાં મંદિરનું મહત્વ પ્રાચીન કાળથી ચાલતું આવ્યું છે આજે ભારતમાં નાના-મોટા અસંખ્ય મંદિરો આવેલા છે આ દરેક મંદિર પોતાની એક અલગ વિશિષ્ટ ઓળખાણ ધરાવે છે દરેક નાના-મોટા મંદિરમાં અલગ-અલગ દેવી-દેવતાઓને પૂજવામાં આવે છે ભારતમાં આવેલા મંદિરોમાં હજારો ભક્તો મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે આજે હું તમને એક એવા મંદિર વિશે જણાવીશં જ્યાં દર્શન કરવાથી તમામ દુખડા દૂર થાય છે
આ મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બાખલકા ગામમાં માં બલાડ ભવ્ય મંદિર આવેલું છે આ મંદિરમાં સાક્ષાત દેવી બિરાજમાન છે મંદિરમાં ઘણા ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે આવેલા દરેક ભક્તોની મનોકામના મા બલાડ પૂર્ણ કરતા હોય છે આ મંદિર પાછળ એક રહસ્યમય ઇતિહાસ રહેલો છે
ઘણા વર્ષો પહેલા બાપલદે નામનો માલધારી ગુજરાત થી ખૂબ દૂર રહેતા હતા તેઓ માલધારી હોવાથી તેમની પાસે ઘોડા ગાય ભેંસ બળદ વગેરે જેવા પાલતું જાનવરો હતા બાપલદે હિંગળાજ માતાના ખૂબ મોટા ભક્ત હતા તેઓ અપરણિત વ્યક્તિ હતા તેમના ઘરે કોઈ બાળક પણ ન હતું પછી તેમના ઘરે માતાજીના આશીર્વાદ થી ત્રણ દીકરીઓનો જન્મ થયો
ત્રણેય દીકરીઓના નામ બુટ, બલાડ અને બહુચર રાખવામાં આવે છે આ ત્રણ દીકરીઓ બાપલા ના ઘરેથી ચાલી નીકળે છે તે ચાલતા ચાલતા શંખલપુર પહોંચે છે બહુચર માને આ જગ્યા ખૂબ ગમે છે તેથી ત્યાં બિરાજમાન થયા ત્યાંથી ધોળકા પાસે આવેલા અરણેજ પહોંચે છે તે જગ્યાએ બુટ માતાજી બિરાજમાન થાય છે ત્યાર પછી બલાડ માતાજી ચાલતાં-ચાલતાં બાખલકા ગામે પહોંચી છે અને ત્યાં બલાડ માં બિરાજમાન થાય છે