કિર્તીદાનભાઈ ગઢવી ની કોઈ ઓળખ આપવાની જરૂર નથી કારણકે તેમના કોકિલ કંઠીલા અવાજ અને તેમના સેવાના ભાવના કાર્યોના કારણે સૌ કોઈ તેમને જાણતા હશે. મોટાભાગે દરેક કલાકારો જરૂરિયાત ઊભી થાય ત્યારે તેમના સેવાકીય પ્રવૃત્તિ દ્વારા એકબીજાને મદદગાર થતા હોય છે. જ્યારે કિર્તીદાન ગઢવી નો પ્રોગ્રામ હોય અને પૈસા ના ઉછરે એવું તો ભાગ્યે જ બને.
હમણાં થોડા સમય પહેલા તેઓ અમેરિકા ગયા હતા અને સૌ કોઈને મજાક ઉડાવી દીધી હતી. તેમાં ગરબા હોય અને ગુજરાતી ભાઈઓ અને બહેનો મજા ન લે તેવું તો બને જ નહીં પણ તેમની સાથે ત્યાંના ભુરીયા લોકો પણ તેટલી જ મજા લેવા જતા નજરે પડ્યા હતા. અમેરિકામાં તેમના કાર્યક્રમમાં જાણે કે ડોલરનો વરસાદ ના થતો હોય તેવું લાગતું હતું. પરંતુ તેમની જોડે તે પૈસા એકત્ર થયા તેનું
કિર્તીદાનભાઈ ગઢવી જ્યારે અમેરિકાથી પરત ફર્યા ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તે કાર્યક્રમો દરમિયાન અંદાજિત સાત કરોડ રૂપિયા એકત્ર થયા છે તે જરૂરિયાત મંદ દીકરીઓ માટે NGO મા આપવાનું નક્કી કર્યું. તેમના દ્વારા કરવામાં આવેલું આ કામ ખરેખર ગૌરવ લાયક છે.
તેમના દ્વારા કરવામાં આવેલા આ કાર્યના ચારે બાજુથી ખૂબ વખાણ થઇ રહ્યા છે. તેઓ જ્યારે ગુજરાતમાં પણ કાર્યક્રમ કરી રહ્યા હોય ત્યારે ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે અને જાણી કે આકાશમાંથી પૈસાનો વરસાદ પડતો હોય તેમ લોકો રૂપિયા તેમના ઉપર ઉડાડતા હોય છે.