હોમગાર્ડના ભરતી મેળામાં શારીરિક કસોટી બાદ એક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું

trending

હાલ ગુજરાતમાં સરકારી ભરતીની સીઝન ચાલી રહી છે. જીઆરડી, હોમગાર્ડ, એલઆરડી અને પીએસઆઈની ભરતી માટે અનેક યુવાનો કમર કરી રહ્યા છે. વહેલી સવારે રનિંગ કરીને મહેનત કરી રહ્યા છે. ગણતરીની સંખ્યામાં સરકારી નોકરી માટે મોટી સંખ્યામાં યુવાનો આવ્યા હતા. નજીકના જિલ્લાઓમાં મોટી સંખ્યામા યુવકો ભરતી માટે પહોંચ્યા છે. એ સમયે સરકારી નોકરીની આશાએ આવેલા એક આશાસ્પદ યુવકનું ભરતી દરમિયાન અવસાન થયું છે.

અરવલ્લી જિલ્લાના ટીંટોઈ, સરડોઇ અને ધનસુરા વિસ્તારમાંથી હોમગાર્ડમાં ભરતી થવા માગતા ઉમેદવારો ભરતી હેતુ આવ્યા હતા. આ માટે મોડાસાના સાકરીયા ખાતે આવેલા ( POLICE GROUND ) ખાતે ભરતી કેમ્પ યોજાઈ ગયો હતો.

આ ઉમેદવાર ભરતીમાં શારીરિક કસોટી આપ્યા બાદ સર્ટિફિકેટ વેરિફિકેશન કરાવી રહ્યો હતો ત્યારે અચાનક ચક્કર આવવા લાગ્યા, તબિયત લથડી હતી. જેથી સ્થળ ઉપર હાજર ડૉક્ટરની ટીમે પ્રાથમિક તપાસ બાદ વધુ સારવાર માટે સ્થળથી યુદ્ધના ધોરણે હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં આ યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

યંગસ્ટર્સ વહેલી રાત્રે ૩.૦૦ વાગ્યાથી લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. હોમગાર્ડની નોકરીમાં માનદવેતન હોય છે. કોઈ સરકારી પદ જેટલું ફિક્સ વેતન નથી હોતું. તેમ છતાં ગ્રેજ્યુએટ કક્ષાના ઉમેદાવારો આ ભરતી માટે દોડી આવ્યા છે. ભરતી દરમિયાન એક યુવાનનું મોત થતા મામલો સમગ્ર રાજ્યમાં ચર્ચામાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *