મિત્રો તમને જાણવી દઈએ કે આઇપીએલ ૨૦૨૨ માટે રીટેશન માટે કઈ ફ્રેન્ચાઈજી કયા ખેલાડીને પોતાની ટીમ માં રાખશે તેમજ ક્યા ખેલાડીને હાલમાં જે ટીમમાં માંથી રમી રહેલા છે તેમાંથી ટીમમાંથી સાથ છૂટી જશે.
મુંબઈ ઈન્ડિયન્સે લેખિત યાદી શરૂ કરી. તેણે તેમાં થોડો ટ્વિસ્ટ એન્ડ ટર્ન કર્યો છે. આ સાથે જ બેંગ્લોરે પણ ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે. પંજાબે બે અને હૈદરાબાદે ત્રણ ખેલાડીઓને જાળવી રાખ્યા છે. તમામ ટીમોની યાદી વિશે જાણતા પહેલા જાણી લો ખાસ વાતો.
ટીમ મુંબઈ ઇન્ડિયન્સ :- મુંબઈ ઈન્ડિયન્સે પણ સૂર્યકુમાર યાદવને આ વર્ષે
પોતાની સાથે રાખવાનું મન બનાવી લીધું છે. આ સિવાય રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને કિરોન પોલાર્ડ ટીમના અન્ય ત્રણ પસંદગી છે.
રોયલ ચેલેન્જ બંગ્લોર :- રોયલ ચેલેન્જ બંગ્લોર ફક્ત ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે. વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, મોહમ્મદ સિરાજ
પંજાબ કિંગ્સ :- પંજાબ કિંગ્સમાં આ વખતે મોટો ટ્વિસ્ટ જોવા મળ્યો છે. કેએલ રાહુલે પોતાને જાળવી રાખવાનો ઇનકાર કર્યો હતો અને તે મેગા ઓક્શનમાં જોવા મળશે. પંજાબ ફ્રેન્ચાઇઝીએ મયંક અગ્રવાલને પ્રથમ સ્થાન પર જાળવી રાખ્યો છે. ટીમ માટે આ એક મોટો નિર્ણય હોઈ શકે છે. મયંક મોટી અને તોફાની ઇનિંગ્સ રમવા માટે સક્ષમ છે. ફ્રેન્ચાઇઝીએ અનકેપ્ડ ફાસ્ટ બોલર અર્શદીપને પણ જાળવી રાખ્યો છે.
સનરાઈજ હૈદરાબાદ :- કેન વિલિયમસન, અબ્દુલ સમદ અને ઉમરાન મલિક આ ખેલાડીઓને રિટેન કર્યા.
ચેન્નાઇ સુપર કિંગ્સ :- રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, ઋતુરાજ ગાયકવાડ, મોઈન અલી આ ૪ ખેલાડીઓને રિટેન કર્યા.
કોલકાત્તા નાઈટ રાઇડરસ :- સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, વરુણ ચક્રવર્તી અને વેંકટેશ અય્યર આ ખેલાડીઓને રિટર્ન કર્યા.