આ વર્ષે સૂર્ય ગ્રહણ ૪ ડિસેમ્બરના રોજ એટલે કે શનિવારના દિવસે થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં નથી લાગી રહ્યો તેથી તેને સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં. સૂર્યગ્રહણ દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા દક્ષિણ, અમેરિકા, એન્ટાર્ટિકા જેવા ભાગોમાં દેખાશે. જો જ્યોતિષશાસ્ત્રનું માનીએ તો આ રાશિના લોકો માટે સૂર્યગ્રહણ શુભ સાબિત થઈ શકે છે.
વૃશ્ચિક અને જ્યેષ્ઠ નક્ષત્રમાં સૂર્યગ્રહણ થવાનું હોવાથી આ રાશિ અને નક્ષત્રના લોકોને ગ્રહણની સૌથી વધુ અસર જોવા મળશે. વૃશ્ચિક રાશિના લોકોને આ ગ્રહણ ખુબ શુભકામના એક નીવડશે. જે લોકો લાંબા સમયથી પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે તેમની આ સમયમાં સારા સમાચાર મળી શકે છે. તેમનું કરિયર પ્રગતિના દિશામાં પ્રયાણ કરશે.
આ સમયગાળામાં વ્યાપાર કરનારા લોકો માટે એકદમ અનુકૂળ સાબિત થશે અને વ્યાપારમાં લાભદાયક સંકેતો જોવા મળી શકે છે. તમે કોઈપણ શુભ કાર્ય કરવા જઈ રહ્યા હશો તો તમને પરિવારનો સાથ સહયોગ મળી શકે છે. તે સિવાય આર્થિક સ્થિતિમાં બદલાવ જોવા મળી શકે છે. શરીરની તંદુરસ્તીમાં પણ સુધારો થવાની સંભાવના જોવા મળી શકે છે.
અવિવાહિત લોકોને લગ્નની વાતો આવી શકે છે. ઓચિંતા પ્રવાસથી પૈસે ટકે લાભની તકો રહેશે. પરંતુ કંઈપણ કાર્ય કરો તો સમજી વિચારીને કરવું જોઈએ. પતિ પત્નીના સંબંધો મજબૂત બની શકે છે. તમારા ઉપર લક્ષ્મી માતાની કૃપા બનેલી રહેશે.
તમારે જો કોઈ શુભ કાર્ય કરવું હોય ત્યારે તમે સરળતાથી પૈસા એકત્ર કરી શકશો. કરતા લોકોને તેમના માન-સન્માનમાં વધારો જોવા મળી શકે છે. એકંદરે ભાગ્ય તમારું તમને સાથ આપી રહ્યું છે માટે હાથમાં આવેલી તક ઝડપીને તેનો લાભ ઉઠાવી લેવો જોઈએ.