ચોમાસાની સીઝનમાં ભારે વરસાદ વરસ્યા બાદ પણ શિયાળામાં ઠંડીની સીઝનમાં પણ વરસાદ રોકાવાનું નામ જ નથી લેતો. આ વર્ષે તો આપણા દેશમાં વાવાઝોડા એ દસ્તક લેતા જાય છે. વાવાઝોડા ના લીધે લખો રૂપિયાનું નુકશાન થાય છે. એક પછી એક માવઠાઓ પાક ને નુકશાન પહોંચાડવા આવી જાય છે. હાલમાં ગુજરાત પર માવઠાઓનો પ્રહાર થઇ રહ્યા છે.
હાલમાં ખેડૂતો પોતાના પાક ને બચાવવા ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. આ વર્ષે વરસાદે ખેડૂતોને પરેશાન કર્યા છે. અત્યારે બધા ખેડૂતો એક જ પ્રાર્થના કરી રહ્યા છે. આ માવઠા અને વાવાઝોડા ક્યારે જશે. હાલમાં સૌ કોઈ આ વરસાદની પરિસ્થિતિને લીધે કંટાળી ગયા છે.
હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા જવાદ ની આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડું ઓરિસ્સા ના દરિયા કિનારા પર ટકરાવા જઈ રહ્યું છે. આ વરસાદ અરબી સમુન્દર માં ઉત્પ્પન થયેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે વરસી રહ્યો છે. વાવાઝોડું ખૂબ જ વિશાળ અને ભયાનક છે. હવામાન ખાતા તરફથી મળતી માહિતી મુજબ વાવાઝોડાની ઝડપ ખૂબ જ વધારે છે. તેથી તે કેટલાય રાજ્યો ને ચીરીને ભારત દેશમાંથી પસાર થશે. જેના પગલે દરેક રાજ્યોને ભારે નુકસાન થશે.
આ વાવાઝોડાની અસર ખાસ કરીને ગામડાઓમાં વધુ જોવા મળશે, કારણ કે ગામડાઓમાં કાચા મકાન હોવાથી તેમજ કુદરતી હોનારત સામે રક્ષણ મેળવવા માટે અપૂરતી સુવિધાના કારણે આવી કુદરતી આફતનો ભોગ બને છે. આ માવઠા વરસવાથી ખેડૂતોના પાકને ભારે ભરખમ નુકશાન થઇ શકે છે.