આપણે ઘણીવાર વડીલો પાસે થી ઘણીવાર સાંભરિયે છીએ કે સાવરણી ને ક્યારેય ઉભી ના મુકવી જોઈએ. તેને ક્યારેય પણ ખુલ્લા માં ના મુકવી જોઈએ કે તેના પર કોઈ દિવસ પગ મુકવો ના જોઈએ. કારણ કે આપણા વાસ્તુશાસ્ત્ર મુજબ અશુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ મિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ સાવરણી રાખવાની રીતો .
કહેવાય છે કે જેનું ઘર સાફ- સુથરું હોય તેના ઘરે લક્ષ્મી બિરાજમાન હોય છે. એટલે જ તો આપણા દેશ માં વાર – તહેવારે સાફ – સફાઈ કરવાનું વિશેષ મહત્વ રહેલું છે.
સફાઈ માં લેવામાં આવતી સાવરણી ને માં લક્ષ્મી નું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે જો આપણા ઘર માં સાવરણી સરખી રીતે મુકવામાં ન આવે તો આપણે આર્થિક નુકશાન થાય છે.
વાસ્તુશાસ્ત્ર મુજબ સૂર્યાસ્ત પછી સાંજે ક્યારેય ઘર માં કચરો વારવો અશુભ ગણવામાં આવે છે. સાંજે ઘર માં થી કચરો વારવાથી માં લક્ષ્મી રિસાઈ જાય છે. જેનાથી ઘર માં દરિદ્રતા આવે છે.

વાસ્તુશાસ્ર મુજબ શનિવારે સાવરણી ની ખરીદી કરાય. જેનાથી માં લક્ષ્મી તેમજ શનિદેવ પ્રસ્સન થાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ રસોડા માં ક્યારેય પણ સાવરણી રાખવી ના જોઈએ. આવું કરવાથી ઘર માં દરિદ્રતા આવે છે. સાવરણી ને હમેશા છુપાઈ ને રાખવી જોઈએ જે જલ્દી કોઈ ના નજર માં ના આવે તેમ , કારણ કે સાવરણી ને ખુલ્લા માં રાખવાથી ધન માં હાનિ થાય છે. સાવરણી ને હમેશા જમીન પર જ મુકવી જોઈએ.
સાવરણી ને ઉત્તર – પૂર્વ માં ના મુકવી જોઈએ કેમ કે આ દિશા માં મુકવાથી લક્ષ્મી નું આગમન થતું નથી. સાવરણી પર કદી પગ ના મુકવો જોઈએ , જો ભૂલ થી પણ પગ અડેતો અડી ને પ્રણામ કરવો જોઈએ. જ્યારે ઘર નું કોઈ વ્યક્તિ સારા કાર્ય માટે ઘર ની બહાર જતું હોઈ ત્યારે તે પછી તરત ઘર માં કચરો ના વાળવો. આવું કરવાથી અપશુકન થાય.
ક્યારેય પણ તૂટેલી સાવરણી નો ઉપયોગ ના કરવો જોઈએ અને ક્યારેય પણ ઘર માં રાખવી ન જોઈએ. તૂટેલી સાવરણી રાખવી અશુભ ગણાય છે.