ઝારખંડ રાજ્ય ના ગઢવા જિલ્લામાં ઉંટેરી ગામમાં બંસીધર મંદિર આવેલું છે આ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની એક ભવ્ય પ્રતિમા બિરાજમાન છે આ પ્રતિમા 32 મણ સોનુ એટલે કે 1280 કિલો સોનાની એક ભવ્ય પ્રતિમા આવેલી છે શ્રીકૃષ્ણની સાથે મંદિરમાં વારાણસીથી લાવવામાં આવેલી અષ્ટ ધાતુ ની બનેલી રાધિકા ની પ્રતિમા પણ બિરાજમાન છે ભગવાન શ્રીકૃષ્ણની આ પ્રતિમાં જમીનમાં પાંચ ફૂટ ઉંડી હોય તેમ માનવામાં આવે છે આ ભવ્ય પ્રતિમા ની કિંમત ૭૦૦ કરોડથી પણ વધારે હોય તેમ માનવામાં આવે છે
ભગવાન શ્રીકૃષ્ણની આ પ્રતિમા ચાર ફૂટ લાંબી છે તેનો એક ભાગ હજુ જમીનમાં દટાયેલો છે આ મંદિરમાં ખુબ મોટી સંખ્યામાં વિદેશી પર્યટકો આવતા હોય છે જીવનના સ્થાનીય લોકો માટે આ મંદિર એક શ્રદ્ધાનું કેન્દ્ર છે બંસીધર મંદિરમાં જન્માષ્ટમી ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે આ દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે આ ભવ્ય પ્રતિમા શુદ્ધ સોનાથી બનાવવામાં આવેલી છે
આ મંદિર વિશે ઘણી બધી પ્રચલિત કથાઓ પણ છે શ્રીકૃષ્ણના ખૂબ મોટા ભક્ત મહારાજ ભવનસિંહના વિધવા પત્ની રાની shivmani દેવી જન્માષ્ટમીના દિવસે ઉપવાસ રાખીને તેમની ભક્તિમાં લીન હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેમને સપનામાં આવીને દર્શન આપ્યા હતા રાતમાં જોયેલા સપના અનુસાર રાની તે જગ્યા ઉપર ખોદકામ કરાવે છે અને તે જગ્યા ઉપરથી શ્રીકૃષ્ણની ભવ્ય પ્રતિમા મળી આવે છે આ ભવ્ય પ્રતિમાને હાથી ની મદદ થી ઉંટેરી ગામમાં લાવવામાં આવે છે શહેરના દરવાજા ઉપર હાથી બેસી જાય છે ઘણા પ્રયત્નો કર્યા પછી પણ હાથી તે જગ્યા ઉપરથી ઊભો થતો નથી તેથી રાની તે જગ્યા ઉપર પ્રતિમા મુકાવીને તેની પૂજા-અર્ચના કરવાનું શરૂ કર્યું પ્રતિમા કેવલ ભગવાન શ્રીકૃષ્ણની હોવાથી વારાણસીથી અષ્ટ ધાતુ ની બનેલી શ્રી રાધા રાની માતાની પણ પ્રતિમા મંગાવવામાં આવે છે પ્રતિમાને પણ શ્રીકૃષ્ણ પ્રતિમાની જોડે સ્થાપિત કરવામાં આવે છે
ભગવાન શ્રીકૃષ્ણની આ પ્રતિમાના દર્શન કરવા માટે દેશભરમાંથી લાખો ભક્તો આવતા હોય છે તેમજ ખૂબ મોટી સંખ્યામાં વિદેશી પર્યટકો મંદિરમાં જોવા મળતા હોય છે મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાન ની કિંમત અંદાજિત ૨૦૦૦ કરોડની આસપાસ હોય તેમ માનવામાં આવે છે