આ વિસ્તાર પાણીની ભારે અછત છે, પરંતુ ત્યાંના એક મંદિરમાં પાણી ખુટતુ જ નથી જાણો

Uncategorized

આ વિસ્તારમાં આખુ વર્ષ પાણીની ખૂબ જ અછત હોય છે. હજારો ફૂટ ઊંડા બોર કરે છે પરંતુ પાણી મળતું નથી. અહીં આસપાસ ગામડાઓમાં પાણીની ખૂબ જ અછત છે. પરંતુ આ એક એવું મંદિર છે કે જ્યાં બારેમાસ પાણી ખૂટતુ નથી.

આ મંદિર થાન ચોટીલા થી 15 કિલોમીટરના અંતરે ઝરીયા મહાદેવ નું મંદિર આવેલું છે. આ મંદિર જંગલ વિસ્તારમાં આવેલું છે જે હાઈવેથી છ કિલોમીટર અંદર આવેલું છે. અને આ મંદિરની ચારેબાજુ પહાડ આવેલા છે. અને આ પહાડોની વચ્ચે મંદિર આવેલું છે.

આ મંદિરની એક ખાસિયત એ છે કે મંદિરમાં જે શિવલિંગ આવેલું છે તેના પર જળ અભિષેક શિવલિંગ ઉપર આવેલો પથ્થર છે તેમાંથી આ શિવલિંગ ઉપર જળ અભિષેક થાય છે.

આ બધું જ પાણી એક કુંડમાં ભેગું થાય છે અને જે પણ ભક્તો આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે. તે બધા જ ભક્તો પ્રસાદ રૂપે આ પાણી પી શકે છે.

લોકોનું એવું માનવું છે કે આ પહાડો ચુનાના આવેલા છે. એટલે ચોમાસામાં આ પહાડો પાણીનો સંગ્રહ કરે છે. અને ધીમે ધીમે આ પહાડમાંથી પાણી ટપકે છે. એટલે આ શિવલિંગો ઉપર આ પહાડો પાણી ટપકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *