દરેકના જીવનમાં કઈક ના કઈક ઉતાર ચઢાવ આવતા રહેતા હોય છે અને કુદરત દ્વારા તેનો આડકતરો સંકેત પણ આપવામાં આવતો હોય છે. પરંતુ તે સંકેતની ઓળખવામાં આપણે ઘણીવાર થાપ ખાઈ જતા હોઇએ છીએ. તો આજે અમે તમને એવા કેટલાક સંકેતો વિશે પરિચિત કરીશું જે તમારા જીવનમાં કોઈ શુભ ઘટના બનવાની હોય કોઈ સારું કાર્ય થવાનું હોય ત્યારે તે સંકેત મળતા હોય છે.
જ્યારે કોઈ બિલાડી તમારા ઘરમાં તેના બચ્ચાને જન્મ આપે છે તો તે તમારા અને તમારા પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે એટલે કે તેને શુભ સંકેત તરીકે માનવામાં આવે છે જેથી તમે ટૂંકા ગાળામાં ધનવાન બનવાના છો.
કોઈક વાર એવું બને કે કોઈ પક્ષી તમારા ઘરે આવે અને કોઈ વસ્તુ છોડી દે તો તેને પણ એક સારા સંકેત તરીકે માનવામાં આવે છે. તમે સવારના સમયમાં કોકિલકંઠી કોયલ નો અવાજ સાંભળો છો તો દિવસ સુભમય નિવડે છે તેવું માનવામાં આવે છે અને તમારું નસીબ ટૂંક સમયમાં ચમકવા જઈ રહ્યું છે તેવું પણ માનવામાં આવે છે.
જો તમને તમારી ઘરની છત ઉપર કાળી કીડીઓ નજરે પડે તમારા અટકેલા કામ માં ખૂબ જ જલદી પ્રગતિ થવાની છે તેવું માનવામાં આવે છે. માટે તે પણ ખૂબ શુભ છે. જો તમારા ઘરમાં મની પ્લાન્ટ હોય તો વાસ્તુશાસ્ત્ર અનુસાર તેની દક્ષિણ પૂર્વ દિશામાં રાખવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેને જળ તત્વની દિશા માનવામાં આવે છે.