પુખ્તવય ના લોકો ને આપવામાં આવી રહેલી રસી કોવીડ – ૧૯ વેકસીન જો યોગ્ય રીતે ટેક્નિકથી આપવામાં નહીં આવે તો શરીર માં લોહી ગંઠાઈ શકે છે. આંતરરાષ્ટીય સ્તર પર થયેલા એક રિસર્ચ માં આ વાત સામે આવી છે.
આંતરરાષ્ટીય સ્તર પર થયેલા એક રિસર્ચ માં એ વાતની જાણકારી મળી છે કે પુખ્તવય ના લોકો ને કોવીડ – ૧૯ વેકસીન મુકવા માટે જો ખોટી ઈન્જેકશન ટેક્નિક નો ઉપયોગ થયો તો દર્દી ના શરીર માં લોહી ના ગઠા બાજી જશે. જર્મની ની મુખ્ય યુનિવર્સિટી અને ઇટલી ની એક યુનિવર્સિટી સયુંકત ટ્રાયલ માં આ વાત સામે આવી છે.
આરોગ્ય ના લોકો નું કેવું એમ છે કે જો ઈન્જેકશન મુકવાની ટેક્નિક ખોટી હશે તો વેકસીન રક્ત પ્રવાહ માં ઈન્જેક્ટ થઇ શકે છે, નહીં કે સ્નાયુ માં એવા સંજોગો માં લોહી ના ગઠા જામી જવાની આશઁકા ને નકારી શકાય નહીં.કેરળ માં કોવીડ – ૧૯ મહામારી માં નિયત્રંણ માટે ઇન્ડિયન મેડિકલ અસોસિએશન ટાસ્ક ફોર્સ ના સભ્ય ડોક્ટર રાજીવ જયદેવ નું પણ આવું જ માનવું છે.
રાજીવ જયદેવ નું કહેવું કે જો ઈન્જેકશન નોઝલ સ્નાયુ માં પૂરતી ઊંડાઈ સુધી નહીં પહોંચે , અથવા રક્ત વાહિની સાથે ટકરાશે તો એવી સ્થિતિ મોં રસી બ્લડ સ્ટ્રીમ માં ઈન્જેક્ટ થઇ શકે છે. જયદેવ ને કહ્યું કે તાલીમ પામેલા હેલ્થ વર્કર દ્વારા વેકસીન લગાવવા માં આવે તો આ શક્યતા ઘટી જશે.
ડો. જયદેવ નું કહેવું કે જયારે આવું થાય છે , તો રસી યોગ્ય રીતે શોષાશે નહીં અને તે રક્ત વાહિનીઓ ને હિટ કરી શકે છે. જોન્સન એન્ડ જોન્સન એજેડ એડ નો વાયરસ ની વેકસીન મુકાવ્યા પછી દુનિયાભરમાં બ્લડ ક્લોટિંગ યાને કે લોહી ગંઠાઈ જવાના મામલા સામે આવ્યા હતા.
આ અભ્યાસ માં એવું પણ જાણવા મળ્યું કે પુરુષિ કરતા સ્ત્રીઓ માં વધુ જોવા મળે છે. કારણ કે તેમના શરીર માં ડેલ્ટોઇડ સ્નાયુઓ સઘન હોય છે.
અત્યાર સુધિ ના સ્ટડી માં કોરોના વેકસીન ના બીજા ડોઝ માં લોહી ગંઠાઈ જવાના કેસ ઓછા આવ્યા છે. પહેલા ડોઝ માં બહુ કેસ હતા લોહી ગંઠાઈ જવાના.