આ મંદિર સૌરાષ્ટ્રના ગળધરામા આવેલુ છે. ખોડીયારમાં નું મંદિર છે જે શેત્રુંજય નદી કિનારે આવેલું છે. આ નદીમાં પાણી નો ખુબજ ઊંડો ધરો આવેલો છે. જેને ગળધરા તરીકે ઓળખવામાં આવે છે.
કહેવાય છે કે ગળધરા માં સ્વયંમ ભગવાન પ્રગટ થયા હતા. કહેવાય છે કે કેટલાક સમય પહેલા અહીં રાક્ષક રહેતો હતો આ સાતે બહેનોએ રાક્ષક ને મારી નાખ્યો હતો. પછી ખોડીયાર માં એ તેમનો મનુષ્ય અવતાર આ ધરામાં ગાડી નાખ્યો હતો. ત્યાં માત્ર ઘડા નો અંશ જ દેખાતો હતો તેથી આ જગ્યાને ગળધરા કહેવાય છે.
આ મંદિરમાં આજે પણ એ ઘડો આવેલો છે. કહેવાય છે કે ઘણા સંતો અને માતાજીએ કન્યાના રૂપે દર્શન આપ્યા છે. માતાજી રાનવઘણ ને પણ અહીં દર્શન આપ્યા હતા. જૂનાગઢની ગાદીનો વારસદાર ખોડીયારમાની કૃપા થી મળ્યો હતો.
એટલા માટે ચુડાસમાં રાજપુત ના કુળદેવી તરીકે પૂજવામાં આવે છે. રાનવઘણ માતાજીના દર્શન કરવા વારંવાર આવતા રહેતા હતા. કહેવાય છે કે જ્યારે રાનવઘણ નો ઘોડો 200 ફૂટ ઉપરથી નીચે પડ્યો હતો ત્યારે ખોડીયાર મા એ તેની રક્ષા કરી હતી.
આ મંદિરમાં લોકો ખોડીયાર માના દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે. ખોડીયાર મા એ તેમના ભક્તોની ખૂબ જ રક્ષા કરી હતી અને આજે પણ તેઓ પોતાના ભક્તોની રક્ષા કરતા હોય છે.