એક અઠવાડિયા સુધી તમારા રસોડામાં રહેલી આ વસ્તુ તમારા ચહેરા ઉપર લગાવો ચહેરો ચમકદાર બનશે

TIPS

દરેકનો ચહેરો સુંદર હોય તો બધા લોકોને ગમે ચહેરો સુંદર બનાવવા માટે ઘણા બધા લોકો અલગ-અલગ ટિપ્સ ફોલો કરતા હોય છે ચહેરો સફેદ અને ચમકદાર બનાવવા માટે છોકરીઓ પાર્લરમાં જઈને મસાજ કરાવતા હોય છે કેટલીક વખત મસાજમાં વાપરવામાં આવતી કેમિકલયુક્ત પ્રોડક્ટથી આડઅસર થતી હોય છે જેના લીધે ચહેરા ઉપર ખીલ ડાઘ વગેરે થતા હોય છે આજે હું તમને તમારા રસોડામાં રહેલી એક વસ્તુ વિશે બતાવી જેને લગાવવાથી તમારો ચહેરો સુંદર અને ચમકદાર બની જશે

સૌપ્રથમ એક બાઉલની અંદર થોડી વાટેલી ખાંડ અને મધ મિલાવીને એક પેસ્ટ બનાવવી જોઈએ આ પેસ્ટને તમારા ચહેરા ઉપર હળવા હાથેથી મસાજ કરો જ્યારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે તમારા ચહેરાને પાણીથી ધોઈ નાખો આ ઉપાયને અઠવાડિયામાં બે વખત કરવાથી ચહેરો ચમકદાર અને સુંદર બનશે

સૌપ્રથમ થોડા ચોખાને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો અને તડકામાં સૂકવી નાખવા ત્યારબાદ ચોખાનો બારીક પાઉડર બનાવી લેવો તેના અંદર એક ચમચી ચોખ્ખું મધ નાખીને તેની એક પેસ્ટ બનાવી લેવી પેસ્ટની અંદર બ્રેકિંગ સોડા નાખીને હળવા હાથે પાંચ મિનિટ સુધી ચહેરા ઉપર સ્ક્રબ કરવું ત્યાર બાદ ચોખ્ખા પાણીથી ચહેરો ધોઈ નાખો આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરવાથી ચહેરો સુંદર બનશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *