સિહોર તાલુકાના આજુબાજુ વિસ્તાર ના ખેડૂતો મલબારી લીમડાની ખેતી કરી રહયા છે આ ખેતી નો ફાયદો એ છે કે તેમાં ખર્ચ નહિવત પ્રમાણ માં થાય છે . બિજા કોઇ પાકની ખેતી માટે ખેડૂત ને વાવણી થી લઈ ઉપજ સુધી ખુબ મોટો ખર્ચ કરવો પડે છે . અને ત્યારબાદ તેનો યોગ્ય ભાવ ના મળતા ખેડૂત ને નુકશાન વેઠવાનો વારો આવે છે હા બધુ જૉઇને ભાવનગર જીલ્લાના ખેડૂતે ઓછા ખર્ચ વાળી ખેતી તરફ વળ્યા છે આજે ભાવનગર જીલ્લામાં સૌ કરતા વધુ ખેડૂતો મલબારી લીમડાની ખેતી કરે છે
ભાવનગર જિલ્લાના ખેડૂતોએ ઓછા ખર્ચની ખેતી માટે એક નવો વિકલ્પ પસંદ કર્યો ખેડુતોને ખેતી માં વાવેતરથી લઈને લણવા સુધી અનેક નાના મોટા ખર્ચ કરવા પડતા હય છે ત્યારબાદ પાક તૈયાર થાય છે . જેમાં બિયારણનો ખર્ચ , વાવણીનો ખર્ચ , ખાતરનો ખર્ચ પાણીનો ખર્ચ અને દવાનો ખર્ચ આટલા બધા ખર્ચા પછિ તૈયાર થયેલા પાકને બજારમાં મા લાઈ જવા પાછળ ખર્ચ કરવો પડતો હોય છે તેમ છતાં યોગ્ય ભાવ ખેડૂત ને મળતા નથી ત્યારે ખેડૂતને રોવાનો વારો આવે છે . આવા સમયે ઓછા ખર્ચ વાળી ખેતી વિશે જાણીએ
ભાવનગર જીલ્લાના એક ખેડૂત ના કહેવા પ્રમાણે મલબાર લીમડાનું ઝાડ સામાન્ય લીમડાના ઝાથી અલગ પડતું હોય છે મલબારી લીમડો બધા પ્રકારની જમીન મા સરળતાથી વાવૈતર કરી શકાય છે ચોમાસા પહેલા લીમડાનું વાવેતર યોગ્ય માનવા માં માવે છે તેમજ આ લીમડો ખુબ ઝડપથી મોટો થાય છે . આને વધારે પાણીની જરૂરિયાત હોતી નથી આ લીમડા ને ઓછા પાણી માં પણ યોગ્ય રીતે ઉછેરી શકાય છે તેમજ આના લાકડાની બજાર માં વધારે માંગ જોવા મળે છે તેના લાકડાને પ્લાયવુડ ઉધોગમાં સૌથી વધારે મહત્તવ આમાપવા માં આવે છે
મલબારી લીમડો વાવેતર કર્યા પછી ના ૮ કે ૯ વર્ષ પછી લીમડા ને કાપી બજારમાં મા વેચી શકાય છે તેમજ આ લીમડા ની ખેતી કરી ઓછા ખર્ચ સરળતાથી લાખો રૂપિયાની કમાણી થઈ શકે છે મલબારી લીમડો વાર્ષિક ખર્ચમાં ખુબ મોટો ઘટાડો કરી આપે છે તેમજ નવ દસ વર્ષ બાદ પ્રતિ એક રે દસ થી પંદર લાખ ની આવક થઈ શકે છે આ લાકડા ની કિમંત પતિ ટન પંચાવનસો થી 6000 સુધિ ની હોય છે