આપણા ભારત દેશમાં ઘણા બધા મંદિરો આવેલા છે. દરેક મંદિરમાં અલગ અલગ ખાસિયતો આવેલી છે. દરવેક મંદિર ચમત્કાર આવેલા છે. આપણા દેશની સંસ્કૃતિમાં જ ઘણું બધું જોવા મળે છે. આજે મિત્રો તમને આજે શિવ ના ખાસ એવા મંદિર વાત કરી એ જ્યાં આગળ પથ્થર ને સ્પર્શ કરતા જ ડમરુનો અવાજ આવે છે.
જાટોલી શિવ મંદિર ભગવાન ભોલેનાથ આ મંદિર રમણ્ય હિમાચલની ખોળામાં આવેલું છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવજી એકવાર અહીં થોડો સમય માટે અહીંયા નિવાસ કર્યો હતો. ભારતમાં શિવના ઘણા એવા ચમત્કારિક મંદિર આવેલા છે. જ્યાં આગળ પણ આજે પણ ભગવાન શિવ હઝુ વસેલા છે. આ એક અજાયબી સ્થળ છે જાટોલી શિવ મંદિર.
આ મંદિર એશિયાનું સૌથી ઊંચી શિવ મંદિર માનવામા આવે છે. આ શિવજી નું ધામ જોવું જેટલું અતિસુંદર છે તેમજ ત્યાંની વાર્તા પણ રસપ્રદ છે. માન્યતા અનુસાર કહેવામાં આવે છે કે મંદિરના પથ્થરને સ્પર્શ કરતા જ શિવજી ના ડામરનો અવાજ સંભરાય છે.
શવ ભક્તો આ પ્રસંગને ચમત્કારિક માને છે. ત્યાંના લોકોનું માનવું એ છે કે ભગવાન શિવ હાઝરી દર્શાવે છે. અહીંયા આવ્યા પછી કોઈ ભક્ત ખાલી હાથે પાછું ફરતું નથી. દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે. તે હાલમાં હિમાચલ પ્રદેશના સોલાનમાં સ્થિત છે.
મંદિર ઊંચાઈ આશરે ૧૧૧ ફૂટ છે અને તે દક્ષિણ- દ્રવિડ કુળમાં બનાવવામાં આવ્યું હતું. આવનાર દરેક ભક્તોને મંદિરની સુંદરતા અને કલાત્મકતા જોઈને સૌ કોઈ દંગ રહી જાય છે.