દેવિ – દેવતાના આશીર્વાદ મેળવવા હિન્દુધર્મના લોકો મંદિર જાય છે . આપણા વડિલો દેવિ – દેવતાના દર્શન કર્યા બાદ મંદિર ને ફરતે પરિક્રમા કરે છે અને તે વખતે કઈક બોલતા હોય તેવો અનુભવ કર્યો હશે આ જોઈ તમને વિચાર આવ્યો હશે કે મંદિર મા આવેલા મોટા ભાગ ના લોકો મંદિર ની પરિક્રમા કેમ કરે છે . આજ હું તમને આ બધા પ્રશ્નો જવાબ આપિશ
આપણે બધા મંદિરે જઈને દેવિ – દેવતાના દર્શન કરીને બેલ વગાડિય અને મંદિરના પ્રટાનગન બેસીયે છીયે . મંદિરમાં પ્રવેશ કરવાની સાથેજ પોઝિટિવ ઊર્જા નો અહેસાસ થતો હોય છે , જયારે મંદિર ની પ્રદક્ષિણા શરૂ કરીયે ત્યારે એવું લાગે છે હજુ આપણે બાળક છીએ અને માનિ આજુ બાજુ ફરતા હોય તેવો આભાસ થાય છે .
આપણા ચાર વેદો છે તેમાં ઋગવેદ માં પ્રદક્ષિણા વિશે જાણકારી આપવામાં આવિ છે . ઋગવેદમાં જણાવામાં આવ્યું છેકે પ્રદક્ષિણ શબ્દ બે ભાગમાં વેચાયેલો છે પાદક્ષિણા માં પ્રા નો અર્થ થાય આગળ વધવું દક્ષિણ નો અર્થ થાય દક્ષિણ દિશા પ્રદક્ષિણા નો અર્થ થાય દક્ષિણ દિશા તરફ આગળ વધવું
એવુ કહેવાય છે કે શરીર ના જમણા અંગો દેવિ – દેવતાઓ ની સામે રાખી પરીક્રમા કરવામાં આવેતો આપણા શરીર માં એક સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે . મંદિર માં રહેલી દેવિ – દેવતાની મૂર્તિ આજુબાજુ ની સંપૂર્ણ જગ્યાને સકારાત્મક ઊર્જાથી ભરીદ છે .
એવું માનવામાં આવે છે કે દક્ષિણ દિશા તરફ થી પરિક્રમા કરવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે . પ્રદક્ષિણા હમેશા ઘડિયાર ની દિશામાં થવી જોઇએ અટલે કે ભગવાનની જમણિ બાજુએથી ચાલુ કરવી જોઇએ પરિક્રમા ઓછામાં ઓછી આઠ થી નવ વખત કરવી જોઈએ
પ્રદક્ષિણા ઘરમાં સુખ શાંતિ તાણી લાવે છે . મંદિરનું પરિભ્રમણ કરવું હિન્દુ ધર્મમાં શુભ માનવામાં આવેછે દેવિ દેવતાનિ આજુબાજુ પરિક્રમા કરવાથી શરિર મા પોઝટિવ ઊર્જા આવે છે અને નેગેટિવ ઊર્જા નો શરિર માંથી નાશ થાય છે શરિરની સકારાત્મક ઊર્જા લઈ ને ઘરે જશો ત્યારે ઘરમાથી નકારાત્મક ઊર્જા નો નાશ થાય છે
એક દંતક્યા અનુસાર ભગવાન શિવના બે પૃત્રો ગણેશ અને કાર્તિક સમગ્ર પુથ્વી ના ચકકર લગાવાનિ સ્પર્ધામાં હતા ત્યારે ગણેશ પોતાની હોશિયારીથી પિતા શિવ અને માતા પાર્વતીને આખિ સુષ્ટિ માનિને ચક્કર લગાવ્યા હતા અને ગણેશજી વિજય મેળવી હતો આ કારણોસર પુજા પછી લોકો ભગવાનને તેમના માતાપિતા અને સમગ્ર સૃષ્ટિ માને છે અને તેમની પ્રદક્ષિણા કરે છે