ભારત ભરમાં દેવી-દેવતા ઓને અસંખ્ય બધા મંદિરો આવેલા છે, અને આ બધા જ મંદિર પાછળ કંઈકને કંઈક રહસ્યો પણ રહેલા હોય છે દરેક મંદિર ની એક આગવી ઓરખ ધરાવતા હોય છે આજે આપણે એક એવા જ ચમત્કારિક ખોડિયાર માતાના મંદિર વિષે જાણીએ, જે અમદાવાદના ગુમા ગામે આ પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે અને અહીંયા આવતા બધા જ ભક્તોના દુઃખો દૂર પણ થઇ જાય છે ભક્તોની આસ્થા ને શ્રદ્ધા જોડાયેલી છે ખોડિયાર માતાજી સાથે.
માં ખોડિયારના આ મંદિરમાં એક અખંડ જ્યોત આવેલી છેને લોકો દૂર દૂર થી જ્યોત ના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે અને આ મંદિર અંદાજિત ૩૦૦ વર્ષ જૂનું છે. આ મંદિરમાં ભક્તો પૂર્ણ ભક્તિ ભાવ ને માતાજી મા શ્રદ્ધા રાખી માનતા માને છે તેને માં કદી નિરાશ નથી કરતા ને માના આશીર્વાદથી હસતા હસતા અહિયાંથી જાય છે. આ ગામમાં નવરાત્રીમાં પુરી શ્રદ્ધાથી માતાજી ની ભક્તિ કરે છે, અને માં ખોડિયાર જયંતિના દિવસે પણ આખું ગામ જોરદાર ઉજવણી કરે છે.
અહીંયા ખોડિયાર માતાના મંદિર મા આવતા ભક્તો ના માતાજી તમામ દુઃખ દર્દ દૂર કરે છે નવરાત્રી ના દિવસો મા દર્શન નું વિશેષ મહત્વ રહેલું છે ભક્તોની ભારે ભીડ નવરાત્રી ના દિવસો મા જોવા મળે છે માના પ્રતે ભક્તો ની અપાર શ્રદ્ધા રહેલી છે ને ખોડિયાર મા ભક્તોની મનોકામના પુરી કરે છે.
ગામના લોકોની એવી માનતા છે કે, અહીંયા માતાજીના ચરણે આવનારા બધા જ ભક્તોની બધી મનોકામનાઓ પુરી થાય છે. આવતા ભક્તોના દુઃખ દૂર કરે છે માતાજી આ મંદિર નું એવું રહસ્ય રહેલું છે જેમાં ઘણા વર્ષો પહેલા આ ગામના કેટલાક વડીલો તેમનો પાક વેચીને પાછા સાંજે ઘરે આવતા હતા. એ વખતે એક નાની દીકરી તેમને રસ્તામાં મળી અને તેને ગાંડા ઉભા રાખીને એવું કહ્યું મારે મારા ગામે જવું છે માને ગાડાં મા બેસાડો ને સાંજનો સમય હતો ને આ નાની દીકરી એકલી છે એમ વિચારીને ગાડાં મા બેસાડે છે.
ગામના લોકો એ તેમને ગાડાં માં બેસાડીને બધા વાતો કરતા કરતા આ દીકરીને લઈને તેમના ગામ ગુમા આવી ગયા અને એ દીકરી પણ બોલી નહિ.પછી દીકરીને પૂછિયું કોના ઘરે જવાનુ છે. આ દીકરી ગુમા ગામને પાદરે ઉતરીને ગામ લોકોને કહે છે હું તો ખોડિયાર છું તમારા ગામમાં રહેવા આવી છું.
તો બધા ગામ લોકો ખોડિયાર માતાજી ના પગે પડી ગયા અને માતાજીએ એવું કહ્યું અહીંયા તમે મંદિર બનાવી દેજો ગામમાં કોઈ દિવસ કોઈને દુઃખ નહિ આવવા દઉં. ત્યારે ગામ લોકોએ મંદિર બનાવી દીધું. ને આજે ગુમા ગામ મા સાક્ષાત મા ખોડિયાર બિરાજમાન છે.